Jagdish, Khabri Media Gujarat :
World Cup 2023 : મંબઈના વાનખેડામાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચ ઐતિહાસિક સાબિત થઈ હતી. 7 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમ આ ઈતિહાસનું સાક્ષી બન્યું હતુ. જી હા, ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી મોટી ચમત્કારી જીત માનવામાં આવશે. તેને ક્રિકેટ પ્રેમીઓ જીવનભર યાદ રાખશે.
આ પણ વાંચો : શું અમેરિકાની ગરીબી વિષે આપ જાણો છો?
અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાને 292 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાના 7 બેટ્સમેન માત્ર 91 રનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. એક સમયે એવું લાગી રહ્યું હતુ આખી મેચ અફઘાનિસ્તાન તરફ ઝૂકી ગઈ છે. પણ ગ્લેન મેક્સવેલે પોતાની ઈનિંગ દરમિયાન 201 રન ફટકારી બાજી પલટી નાંખી હતી.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
પગમાં ઈજા હોવા છત્તા ગ્લેન મેક્સવેલે પોતાના કરિયરની બેસ્ટ ઈનિંગ રમી કેપ્ટન પેટ કમિન્સ સાથે રેકોર્ડ રનોની ભાગીદારી નોંધાવી હતી. તેના લીધે જ ઓસ્ટ્રેલિયાએ કપરા સમયમાં વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવી સતત છઠ્ઠી જીત મેળવી ક્રિકેટ વિશ્વ કપના સેમિફાઈનલમાં પહોંચી ગયું છે.
આ પણ વાંચો : Rajkot: કપાસમાં વીણી દરમિયાન અને પાક અવસ્થા પૂર્ણ થયા બાદ લેવાતા પગલા અંગે માહિતી
મેક્સવેલ ઓસ્ટ્રેલિયા તરફથી વન ડે ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર પહેલો ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડકપમાં પોતાની સતત બે મેચ હારી હતી. ત્યાર બાદ આ ધમાકેદાર વાપસી છે.
બેવડી સદીની સાથે મેક્સવેલે રચ્યો ઈતિહાસ
અફઘાનિસ્તાનની સામે ગ્લેન મેક્સવેલે 201* રન ફટકાર્યા છે. આમ તેઓ ઓસ્ટ્રેલિયા માટે બેવડી સદી ફટકાર પહેલા બેટ્સમેન બન્યાં છે. 2011માં મીરપુરમાં બાંગ્લાદેશ સામે શેન વોટ્સનના 185* રન ઓસ્ટ્રેલિયા માટે બેસ્ટ સ્કોર હતો.
મેક્સવેલ વનડેમાં બેવડી સદી ફટકારના પ્રથમ બેટ્સમેન બન્યો. આ પહેલા 2021માં ફખર જમાંએ 193રનનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
મેક્સવેલ નંબર 3 કે તેની નીચે બેટિંગ માટે ઉતરતા વનડેમાં બેવડી સદી ફટકારનાર પહેલા ખેલાડી પણ છે. 2009માં બાંગ્લાદેશ સામે ચાર્લ્ચ કોવેંટ્રીએ 194 રન નોન ઓપનર તરીકે બનાવામાં આવેલો બેસ્ટ હાઈએસ્ટ વનડે સ્કોર હતો. આપને જણાવી દઇએ કે ગ્લેન મેક્સવેલ નંબર 6 પર બેટિંગ કરવા આવ્યો હતો.
આ પણ વાંચો : ધરતીપુત્ર : ઓર્ગેનિક ખેતીથી જામનગરના ખેડૂત કરે છે મબલખ કમાણી
વનડે વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારનાર મેક્સવેલ ત્રીજા બેટ્સમેન છે. આ પહેલા ક્રિસ ગેલે જિમ્બાબ્વે સામે 2015માં 219 રન અને માર્ટિન ગુપ્ટિલે 2015માં વેસ્ટઈન્ડીઝ સામે 237* રન ફટકાર્યા હતા.