Rajasthan Exit Poll Election Results 2023 Live Updates: શું ઇતિહાસ પાછો દોહરાશે? રાજસ્થાનમાં વિધાનસભા 2023 માટે મતદાન 25મી નવેમ્બરે જ પૂર્ણ થઈ ગયું છે. આ પછી આજે એક્ઝિટ પોલ સામે આવ્યા છે. આ પછી રાજસ્થાનમાં ‘કોણ રાજ કરશે’ અને ‘કોણ બનશે રાજા’નું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. રાજસ્થાનના 200માંથી 199માં ચૂંટણી થઈ છે, પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
ચાર રાજ્યોના મહાEXIT POLL
મધ્યપ્રદેશનો મહા એક્ઝિટ પોલ: સર્વેમાં ભાજપની લીડનો અંદાજ, ભાજપને 118-136 બેઠકો મળી શકે છે
છત્તીસગઢના મહા એક્ઝિટ પોલ: સર્વેમાં કોંગ્રેસ આગળ રહેવાનું અનુમાન છે, જ્યારે ભાજપને 34-42 બેઠકો મળી શકે છે.
તેલંગાણાના મહા એક્ઝિટ પોલ: સર્વેક્ષણમાં, કોંગ્રેસ આગળ રહેવાની ધારણા છે, જ્યારે કે. ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે BRSને 46-56 બેઠકો મળવાની ધારણા છે.
મિઝોરમનો મહા એક્ઝિટ પોલ: અહીં પણ સર્વેક્ષણમાં કોંગ્રેસને લીડ મળવાની સંભાવના છે, જ્યારે ભાજપને રાજ્યમાં માત્ર 2 બેઠકો મળવાની આગાહી છે.