World AIDS Day 2023 : એઇડ્સ(AIDS) એક ગંભીર બિમારી છે. તેનો હજુ સુધી કોઈ ઉપચાર મળ્યો નથી. દુનિયાભરમાં લાખો લોકોએ એઇડ્સના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. એઇડ્સ વિશે લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશ્વ એઇડ્સ દિવસ (World AIDS Day)ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ આખા વિશ્વમાં એઇડ્સ દિવસ (World AIDS Day)ની ઉજવણી થાય છે. જો કે એઇડ્સને વિશે બધા જાણ છે પણ તેના વિશે જાગૃકતા ફેલાવવી ખૂબ જ જરૂરી છે. તો આવો જાણી એઇડ્સ દિવસનો ઈતિહાસ, થીમ અને તેનુ મહત્વ શું છે.
આ પણ વાંચો : વર્ષના છેલ્લા મહિને મોંઘવારીનો માર, LPGના ભાવમાં વધારો
વિશ્વ એઇડ્સ દિવસનો ઈતિહાસ
દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમવાર વિશ્વ એઇડ્સ દિવસ 1988માં ઉજવવામાં આવ્યો હતો. 35 વર્ષથી વિશ્વ આખામાં એઇડ્સ દિવસની ઉજવણી થતી આવી છે. આ દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ એચઆઈવી (HIV) સંક્રમણ પ્રત્યે લોકોને જાગરૂક કરવાનો છે. આ એક જીવલેણ બિમારી છે અને દુનિયામાં લાખો લોકોના આ બિમારીના કારણે મોત થયા છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
વિશ્વ એઇડ્સ દિવસની થીમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2022ના ડેટા અનુસાર આખી દુનિયામાં આશરે 3.6 કરોડ લોકો એચઆઈવી (HIV) પોઝિટિવ છે. દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની થીમ અલગ અલગ હોય છે. આ વર્ષે એટલે કે 35માં વિશ્વ એઇડ્સ દિવસની થીમ લેટ કમ્યુનિટીઝ લીડ (Let Communities Lead) છે. એઇડ્સને રોકવા સમાજની મુખ્ય ભુમિકા વિશે લોકોને જાગૃત કરવા માટે આ થીમ પસંદ કરવામાં આવી છે. સાથે જ અત્યાર સુધી, બિમારીના બચાવમાં સમાજે જે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેની પ્રસંશા માટે આ થીમ પસંદ કરવામાં આવી છે.
વિશ્વ એઇડ્સ દિવસનું મહત્વ
છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વમાં એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ એક જીવલેણ બિમારી છે. એવામાં લોકોને આ બિમારી વિશે જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયામાંથી એઇડ્સનો ધરમૂળથી નાશ કરવાનો છે.