Holashtak 2024: હોલિકા દહનથી 8 દિવસ પહેલા એટલે કે આજથી હોળાષ્ટકની શરૂઆત થઈ ચૂકી છે. હોળાષ્ટકમાં શુભ તેમજ મંગળ કાર્યો કરી શકાતા નથી. શાસ્ત્રો અનુસાર હોળાષ્ટકના દિવસોમાં કરવામાં આવેલા વ્રત અને દાનથી જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો – 17 March : જાણો, આજનો ઈતિહાસ
Holashtak 2024: આ વર્ષે હલિકા દહન 24 માર્ચે થશે અને ધૂળેટી 25 માર્ચના રોજ ઉજવવામાં આવશે. હોલિકા દહનથી 8 દિવસ પહેલા એટલે કે આજથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યું છે. હોળાષ્ટકમાં શુભ અને માંગલિક કાર્યો કરી શકાતા નથી. શાસ્ત્રો અનુસાર હોળાષ્ટકના દિવસોમાં કરવામાં આવેલા વ્રત અને દાનથી જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ કે હોળાષ્ટકની પરંપરા કઈ રીતે શરૂ થઈ અને તેનું મહત્વ શું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
શા માટે ઉજવાય છે હોળાષ્ટક?
શાસ્ત્રો અનુસાર, હોળીથી આઠ દિવસ પહેલા આઠમથી લઈ પૂનમ સુધી વિષ્ણુ ભક્ત પ્રહલાદને ઘણી યાતનાઓ આપવામાં આવી હતી. હરણ્યકશ્યપે ફાગણ શુક્લ આઠમે જ ભક્ત પ્રહલાદને બંધક બનાવ્યો હતો. તે દરમિયાન પ્રહલાદને મારવા માટે અલગ અલગ પ્રકારે દુઃખ આપવામાં આવ્યાં હતા. દુઃખથી ભરેલા આ આઠ દિવસોને અશુભ માનવાની પરંપરા બનાવામાં આવી.
હોળાષ્ટકનો વૈજ્ઞાનિક આધાર
ઋતુમાં ફેરફારના કારણે મન અશાંત, ઉદાસ અને ચંચળ રહે છે. આવા મનથી કરવામાં આવતા કર્યો શુભ નથી હોતા. તે માટે આ સમય દરમિયાન શુભ અને માંગલિક કાર્યો બંધ રહે છે. જેવુ હોળાષ્ટક પૂર્ણ થાય, ધૂળેટીમાં રંગો સાથે રમીને આપણે આનંદમાં ઓતપ્રોત થવાનો પ્રયાસ કરીએ છીએ તેમજ શુભ અને માંગલિક કાર્યો ફરી શરૂ થઈ જાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કેવી રીતે ઉજવવું હોળાષ્ટક?
હોળાષ્ટકના દિવસોમાં જ સંવત અને હોલિકાના પ્રતિક લાકડી કે દંડાને જમીનમાં દાટવામાં આવે છે. તે દરમિયાન અલગ અલગ દિવસે અલગ અલગ વસ્તુઓથી હોળી રમવામાં આવે છે. આ દિવસો દરમિયાન શિવજી અને કૃષ્ણની ઉપાસના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, હોળાષ્ટકના દિવસોમાં કરવામાં આવેલા વ્રત અને દાનથી જીવનમાં દુઃખોમાંથી મુક્તિ મળે છે. તેમજ ઇશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે તમે વસ્ત્ર, અનાજ અને પોતાની ઇચ્છા અનુસાર ધનનું પણ દાન કરી શકો છો.
હોળાષ્ટકમાં જરૂર કરો આ કામ
હોળાષ્ટક દરમિયાન શ્રી હરિની પૂજા-અર્ચના કરવાથી વિશેષ લાભ મળે છે. પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ જરૂર કરો. ઘરમાં સરસવ, હળદરની ગાંઠ, ગોળ તેમજ કરેણના ફૂલથી હવન કરવું ઉત્તમ માનવામાં આવે છે. તમે શ્રી શુક્તના પાઠ પણ કરી શકો છો. ધનની સમસ્યા હોય તો તમે હોળાષ્ટક પર ભગવાન નૃસિંહની પૂજા અર્ચના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એવી માન્યતા છે કે કેટલાક તીર્થસ્થાન જેવા કે શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવર સિવાય બાકી અન્ય જગ્યાઓ પર હોળાષ્ટકનો અશુભ પ્રભવ નથી પડતો.