Snake Blood : દુનિયામાં સૌથી ઝેરીલા જીવજંતુઓમાં સાપનો સમાવેશ થાય છે. આમ છત્તા વિશ્વામાં ઘણી જગ્યાએ લોકો સાપનું લોહી પીવે છે. આજે અમે જણાવીશું કે કયા કયા દેશોના લોકો સાપનું લોહી પીવે છે.
આ પણ વાંચો : જાણવા જેવું : જાણો, સાંપ સામાન્ય રીતે કેટલી નિંદર માણે છે?
Snake Blood : સાપને વિશ્વના સૌથી ઝેરી જીવોમાંથી એક ગણવામાં આવે છે. કિંગ કોબ્રા જેવા ઘણા સાપ છે, જેમના ડંખથી વ્યક્તિ તરત જ મોતને શરણે થઈ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના ઘણા દેશોમાં લોકો સાપનું લોહી (Snake Blood) પીવે છે. તેમજ નશો મેળવવા માટે લોકો સાપ પાસે દંશ પણ દેવડાવે છે. આજે અમે જણાવીશું કે કયા કયા દેશોના લોકો સાપનું લોહી પીવે છે.
આ દેશોમાં લોકો પીવે છે સાપનું લોહી
વિશ્વના ઘણા દેશોમાં લોકો સાપનું લોહી પીવે (Snake Blood) છે. ચીન, વિયેતનામ, હોંગકોંગ અને ઇન્ડોનેશિયા જેવા ઘણા દેશોમાં સ્નેક વાઇન ખૂબ પ્રખ્યાત છે. ચીનના લોકો માને છે કે સાપના લોહીમાં જાતીય શક્તિ વધારવાના ગુણ હોય છે. આ સિવાય સાપનું લોહી ત્વચા માટે પણ સારું છે અને તેને યુવાન રાખવામાં મદદ કરે છે. સાપથી ચામડીના રોગોની સારવાર કરવાનો ઇતિહાસ સદીઓ જૂનો છે. તમને જણાવી દઈએ કે તેનો પ્રથમ ઉલ્લેખ 100 બીસીમાં જોવા મળે છે. આ સિવાય ઈન્ડોનેશિયામાં ત્વચાના ગંભીર રોગોની સારવાર સાપની ચામડીની પેસ્ટથી કરવામાં આવે છે. અહીં સાપના લોહીને સેનાના આહારમાં સામેલ કરવામાં આવે છે. ઇન્ડોનેશિયન સૈનિકોને સાપનું લોહી (Snake Blood) અને માંસ પીરસવામાં આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આદિવાસીઓમાં સાપનું લોહી પીવાની પરંપરા
વિશ્વની ઘણી જનજાતિઓમાં દાયકાઓથી સાપનું લોહી પીવાની પરંપરા છે. લેટિન અમેરિકા અને વિશ્વના ઘણા ભાગોમાં રહેતા આદિવાસીઓ સાપનું લોહી પીવાને (Snake Blood) બહાદુરી સાથે જોડે છે. તેઓ માને છે કે જે વધુ લોહી પીવે છે તે વધુ બહાદુર અને તાકાતવાન હોય છે.
વિજ્ઞાન શું કહે છે?
ન્યૂ સાયન્ટિસ્ટના એક રિપોર્ટ અનુસાર, સાપના લોહીમાં ફેટી એસિડ જેવી ઘણી વસ્તુઓ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. જ્યારે વૈજ્ઞાનિકોએ સાપના લોહીના પ્લાઝ્માને ઉંદરમાં પ્રસ્થાપિત કર્યું, ત્યારે તેનું હૃદય પહેલા કરતા વધુ સારી રીતે કામ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું. જો કે, પ્લાઝ્મા ટ્રાન્સફર પદ્ધતિ મનુષ્યો પર પણ અસરકારક છે કે નહીં તેને લઈ કોઈ સ્પષ્ટતા કવરામાં આવી નથી
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સાપના લોહીમાં ઝેર હોય?
તમને જણાવી દઈએ કે સાપનું લોહી પીવાથી મૃત્યુ નથી થતું. આનું કારણ એ છે કે સાપના લોહીમાં કોઈ ઝેર નથી. સાપ તેના ઝેરને તેના શરીરની અંદર એક ખાસ ભાગમાં સંગ્રહિત કરે છે, જેને ઝેર ગ્રંથિ કહે છે. આ ગ્રંથિ તેના લોહીને ઝેરથી અલગ રાખે છે. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ સાપ કોઈને દંશ મારે, ત્યારે તેના દાંત દ્વારા ઝેર ગ્રંથિની બહાર આવે છે અને વ્યક્તિના લોહીમાં પહોંચે છે.
નશામાં ઉપયોગ?
તમે સમાચારોમાં સાંભળ્યું હશે કે રેવ પાર્ટીઓમાં સાપના ઝેરનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર, ઘણી જગ્યાએ સાપના ઝેરનો ઉપયોગ નશા માટે થાય છે. તાજેતરના સમયમાં ભારતમાં પણ તેનો ટ્રેન્ડ વધ્યો છે. વન્યજીવ નિષ્ણાતો કહે છે કે કોબ્રા અથવા અન્ય કોઈ ઝેરી સાપ દ્વારા ડ્રગ્સ લેતા લોકો તેમના હોઠ, હાથ અથવા શરીરના અન્ય કોઈપણ ભાગને ખૂબ જ હળવાશ સ્પર્શ કરાવે છે. સાદી ભાષામાં કહીએ તો, સાપ તેના ડંખ દરમિયાન જે ઝેર છોડે છે તેનું પ્રમાણ રેવ પાર્ટી દરમિયાન નશાના રૂપમાં લેવામાં આવતી માત્રા કરતાં 1000માં ભાગનું કે તેનાથી પણ ઓછું હોય છે. જો કે, આવું કોઈ એક્સપર્ટ વ્યક્તિ જ કરી શકે છે..
આ પણ વાંચો : જાણો, મકરસંક્રાંતિ ઉજવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
દવામાં ઉપયોગ
સાપના ઝેરનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓમાં પણ થાય છે. ખાસ કરીને હાર્ટ એટેક, કેન્સર અને બ્લડ ડિસઓર્ડર જેવા રોગોની દવાઓમાં સાપના ઝેરનો ઉપયોગ ખૂબ જ સંતુલિત અને નિયંત્રિત માત્રામાં થાય છે. ડોકટરોનું કહેવું છે કે સાપનું ઝેર લોહીને પાતળું કરવામાં મદદરૂપ છે, તેથી જ હાર્ટ એટેકને લગતી આવી દવાઓ, જે લોહીને પાતળું કરે છે. જેથી ખૂબ જ સંતુલિત માત્રામાં તેને ઉપયોગમાં લેવાય છે.