IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 આવતીકાલે એટલે કે 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે પરંતુ તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં 2008થી ટીમની કમાન સંભાળી રહેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી છે અને હવે ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગત વર્ષે ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટાઈટલ જીત્યું હતું. ધોની 42 વર્ષનો છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝીએ તેના સ્થાને નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ઓપનર રુતુરાજ ગાયકવાડ ટીમનો નવો કેપ્ટન હશે. તેણે ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. ચેન્નાઈની સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે.
આ પણ વાંચો – બદાયુ હત્યા કાંડ : બે બાળકોના હત્યારાની માંએ શું કહ્યું જુઓ…
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સૌથી મોંઘો ખેલાડી હતો અને ટીમે તેને પોતાનો કેપ્ટન પણ બનાવ્યો હતો. તેણે કુલ 226 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને 133 જીત હાંસલ કરી છે. તેની ટીમ 91 મેચ હારી અને 2 મેચ અનિર્ણિત રહી. જેમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સની મેચો પણ સામેલ છે. ચેન્નાઈની વાત કરીએ તો તેણે 212 મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને 128 મેચ જીતી છે. ધોનીએ ચેન્નાઈ માટે કેપ્ટન તરીકે 5 ટાઈટલ જીત્યા છે.