Salman Khan Firing : બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે. જો કે આ કેસમાં મુંબઈ પોલીસને એક મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે.
આ પણ વાંચો – મોબાઇલ યુઝર્સ માટે આજથી આ મહત્વપૂર્ણ સર્વિસ થશે બંધ
Salman Khan Firing : ગઈ કાલે 14 એપ્રિલે વહેલી સવારે 5 વાગ્યે સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગની ઘટના સામે આવી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ફાયરિંગની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ પહેલા ઘણીવાર સલમાન ખાનને મોતની ધમકી મળી ચૂકી છે. પરંતું પહેલીવાર તેની ઘરની બહાર ફાયરિંગ થતા સમગ્ર વિસ્તાર ફફડી ઉઠ્યો છે. હાલ આ મામલે મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવયું કે ફેસબુક પેઝ પર ફાયરિંગની જવાબદારી લેનાર ફેસબક આઈપી એડ્રસ કેનેડાનું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મહત્વનું છે કે સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ બાદ સમગ્ર ઘટનાની જવાબાદરી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી. અનમોલે એક કથિત ઓનલાઈન પોસ્ટ દ્વારા ઘટનાની જવાબદારી લીધી હતી અને ચેતવણી આપતા કહ્યું હતુ કે આ તો એક “ટ્રેલર” હતુ.
બે શુટર્સે અભિનેતા સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘરની બાહર રવિવારે (14 એપ્રિલ, 2024) ફાયરિંગ કર્યું હતુ. ત્યાર બાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. તે દરમિયાન સામે આવ્યું કે આમાંથી એક વિશાલ રાહુલ ઉર્ફ કાલુ પણ છે.
કોણ છે વિશાલ રાહુલ ઉર્ફ કાલુ?
પોલીસના ડોઝિયરમાં સામે આવ્યું છે કે સલમાન ખાનના ઘરની બાહર ફાયરિંગ કરનાર વિશાલ રાહુલ ઉર્ફ કાલુ ગુરુગ્રામનો રહેવાસી છે. કાલુએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. એટલુ જ નહિ તેની સામે 5થી વધુ કેસ દાખલ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
લોરેન્સ બિશ્નોઈએ એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં સલમાન ખાનને કહ્યું હતુ કે તે માફી માંગી લે નહીં તો તેને ભોગવવું પડશે. આ પહેલા પણ સલમાન ખાનને જૂન 2022માં હાથે લખેલા પત્ર દ્વારા ધમકી આપવામાં આવી હતી.
પોલીસે શું કહ્યું?
બાંદ્રા પોલીસે કહ્યું કે આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને શસ્ત્ર અધિનિયમ અંતર્ગત અજાણી વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. બાંદ્રા વિસ્તારમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટ બાહર લગભગ પાંચ વાગ્યે બે વ્યક્તિઓ હવામાં ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.