Jagdish, Khabri Media Gujarat
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ રાજ્યોમાં પોતાની સરકાર બનાવવા માટે દરેક રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે છત્તીસગઢમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી પ્રચાર કરતા રેલી સંબોધિ હતી. એટલું જ નહિ તેઓએ Lok Sabha Election 2024માં પીએમ પદના ઉમેદવારથી લઈ છત્તીસગઢમાં કોંગ્રસે ક્યાં મુદ્દે ચૂંટણી લડશે? તે વિશે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : Maratha Reservation: મહારાષ્ટ્રના આ જીલ્લામાં રહેશે 48 ક્લાક ઇન્ટરનેટ બંધ, જાણો કારણ
ઇન્ડિયા ગઠબંધનમાં પીએમ પદનો ઉમેદવાર કોણ?
Lok Sabha Election 2024માં ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવારને લઈ સવાલ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાની પાર્ટી તરફ ઝુકાવ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ઇન્ડિયા ગઠબંધનમાં પીએમના ચહેરાને લઈ કહ્યું કે “ચૂંટાઈ આવ્યા બાદ તમામ બેસીશું અને નિર્ણય કરીશું.”
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે બુધવારે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સુકમા જિલ્લાની ચૂંટણી રેલી કરવા પહોંચ્યા હતા. જ્યાં તેઓને પત્રકારના સવાલોના જવાબ આપ્યા હતા. છત્તીસગઢ ચૂંટણીને લઈ ખડગેએ કહ્યું કે “તેઓને (બીજેપી)ને જે કહેવું હોય તે કહેવા દો, અમે 75 સીટોથી વધુ સીટો પર જીત મેળવીશું, તેનાથી ઓછી નહિ.”
આ પણ વાંચો : મમતા બેનર્જીએ કહ્યું, ‘ભાજપ ચૂંટણી પહેલા તમામ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવા માંગે છે’
મુખ્ય ચૂંટણીના મુદ્દાઓ ક્યાં રહેશે?
છત્તીસગઢમાં કોંગ્રેસ માટે ચૂંટણીના મુદ્દાઓ ક્યા છે, આ વિશે પૂછતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “ખેડૂતોની સમસ્યા દૂર કરીશું, વિદ્યાર્થીઓ માટે પ્રાથમિકથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી મદદ કરીશું. મહિલાઓને સિલિન્ડર આપીશું.” મુખ્યમંત્રી કોણ બનશે, તેના વિશે પૂછતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “તે વખતે જે ધારાસભ્યો ચૂંટાઈ આવશે તે નક્કી કરશે.”
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
આ સિવાય ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પરોક્ષ રૂપે મોદી સરકાર પર નિશાન સાધ્ય હતું. તેઓએ કહ્યું કે કોંગ્રેસે જે વાયદાઓ કર્યાં છે તે પૂરા કરવામાં આવશે. કોંગ્રેસ એરપોર્ટ અને કારખાના બનાવ્યાં, બીજેપીએ તેને અમીરોને વેંચી દીધા. તેઓએ કહ્યું કે આપણે બધાએ મળીને ખૂબ મહેનતથી આ દેશ બનાવ્યો છે. જે માણસ દેશની સંપતિ વેંચે છે તે દેશની ભલાઈ માટે નથી વિચારતો.