ક્યારે સુધરશે અમદાવાદીઓ? 2 વર્ષમાં 20.91 લાખ ઈ-મેમો ફટકારાયા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Assembly Session : ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં કુલ 20.91 લાખ ઇ-મેમો ફટકારવામાં આવ્યાં છે. આ ઇ-મેમોથી કુલ રૂપિયા 29.09 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસુલ કરાયો હોવાની માહિતી ખુદ ગૃહમંત્રીએ (Home Minister) આપી છે.

આ પણ વાંચો : શિક્ષા નગરી બની સુસાઇડ નગરી, કોટા કેમ થયું બદનામ?

PIC – Social media

Assembly Session : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમન માટે અમદાવાદ શહેર (Ahmedabad City)માં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 1705 કેમેરા ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પણ અનેક કેમેરાઓ બાજ નજર રાખી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં અનેક ગુનાના ડીટેક્શન અને પ્રિવેન્શનમાં મદદ મળે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત કેટલાક કેમેરાને મરામતની જરૂર છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ફંડ ફાળવી આ કેમેરાની મરામત કરી પુનઃ કાર્યરત કરવામાં આવશે

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો (Traffic Rules) ભંગ કરવા બદલ અમદાવાદ શહેરમાં વર્ષ 2022 દરમિયાન 17.43 લાખ તેમજ વર્ષ 2023 દરમિયાન 3.48 લાખ ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરેલા ઇ-મેમો (E-Memo)થી વર્ષ 2022માં રૂ. 25.51 કરોડથી વધુ તેમજ વર્ષ 2023માં રૂ. 3.53 કરોડથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર ઉપરાંત અમદાવાદ જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન 2,133 તેમજ વર્ષ 2023 દરમિયાન 13,293 ઇ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે અન્વયે વર્ષ 2022માં રૂ. 4.48 લાખથી વધુ તેમજ વર્ષ 2023માં રૂ. 31.33 લાખથી વધુ રકમનો દંડ કરવામાં આવ્યો છે, તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે આટ આટલી તકેદારી છત્તા અમદાવાદીઓ ટ્રાફિક નિયમોની ઐસી તૈસી કરી રહ્યાં છે. ટ્રાફિક નિયમોના ભંગને લઈ રોડ એક્સિડેન્ટના બનાવો પણ વધી રહ્યાં છે. બેફામ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનાં ભંગના કારણે અનેક નિર્દોષ માનવ જીંદગીઓનો ભોગ લેવાય રહ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ફટકારાયેલા દંડથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકોમાં કોઈ સુધારો આવશે કે નહિ.