What Is Exit Poll : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો આજે છેલ્લો તબક્કો છે. જેમ જેમ 30મી નવેમ્બરનો દિવસ પસાર થતો જાય છે તેમ સામાન્ય લોકોની સાથે નેતાઓના મનમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે આવશે પરંતુ તે પહેલા આજે એક્ઝિટ પોલ (Exit Poll)માં ચિત્ર સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Paytm અને G-Pay વાપરો છો? તો વાંચો આ સમાચાર
શું મધ્ય પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે? રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા બચાવવામાં સફળ રહેશે. રાજકીય વાતાવરણમાં કોણ જાણે કેટલા પ્રશ્નો ચર્ચાવા લાગ્યાં છે. ત્યારે એક્ઝિટ પોલ જનતાનો મૂડ જાહેર કરે છે. એક્ઝિટ પોલના આધારે પરિણામનું મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ જતું હોય છે. જ્યાં સુધી પરિણામ આવે ત્યાં સુધી માત્ર એક્ઝિટ પોલની જ ચર્ચા કરવામાં આવે છે.
કોને કહેવાય એક્ઝિટ પૉલ
એક્ઝિટ પોલ માટે એક ટીમ તૈયાર કરવામા આવે છે. જ્યારે મતદાતા મતદાન કરી બહાર આવે છે ત્યારે તેઓને પ્રશ્ન પૂછવામાં આવે છે. મતદાનના દિવસે એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે ચૂંટણી પરિણામની આગાહી કરવામાં આવે છે. ભારતમાં ઘણી સંસ્થાઓ એક્ઝિટ પોલ કરાવે છે.
એક્ઝિટ પોલ વિશે રસપ્રદ માહિતી
એક્ઝિટ પોલ સૌપ્રથમ નેધરલેન્ડના ભૂતપૂર્વ રાજકારણી માર્સેલ વોન ડેમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. વોન ડેમે તેનો સૌપ્રથમ ઉપયોગ 15 ફેબ્રુઆરી 1967ના રોજ કર્યો હતો. તે સમયે નેધરલેન્ડ્સમાં યોજાયેલી ચૂંટણીઓ અંગેનું તેમનું મૂલ્યાંકન એકદમ સચોટ હતું.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયન (IIPU)ના વડા એરિક ડી’કોસ્ટા દ્વારા ભારતમાં એક્ઝિટ પોલની શરૂઆત કરવામાં આવી હતી. 1996માં એક્ઝિટ પોલની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તે સમયે દૂરદર્શને સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)ને દેશભરમાં એક્ઝિટ પોલ કરાવવાની પરવાનગી આપી હતી. 1998માં પહેલીવાર ટીવી પર એક્ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
શું એક્ઝિટ પોલ અને ઓપિનય પોલ અલગ છે?
એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ બંને અલગ અલગ છે. ચૂંટણી પહેલા ઓપિનિયન પોલ બહાર પડે છે અને મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ કરવામાં આવે છે. મતદારો ઓપિનિયન પોલમાં પોતાનો અભિપ્રાય આપે છે અને તેના આધારે સર્વે બહાર આવે છે. નોંધનીય છે, કે જેઓ મત નથી આપી શકતા તેઓ પણ પોતાનો અભિપ્રાય આપી શકે છે.
જ્યારે એક્ઝિટ પોલ પ્રમાણમાં સચોટ કહી શકાય, કારણ કે તેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ચૂંટણીના દિવસે મતદાન કરે છે. નિયમ કહે છે, કે છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયાના અડધા કલાક પછી એક્ઝિટ પોલ બતાવી શકાય છે. અંતિમ તારીખ આજે સાંજે 6:30 છે.
હકીકતમાં, એક્ઝિટ પોલ 1980ના દાયકામાં શરૂ થયા હતા. CSDS એ રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ હાથ ધર્યું અને 1996માં જ્યારે તે દૂરદર્શન પર પ્રસારિત થયા ત્યારે તેની લોકપ્રિયતા વધી. એક્ઝિટ પોલમાં જેમની વિરુદ્ધ રુજાન આવે છે. તે નેતાઓ કે પાર્ટીઓ એક્સિટ પોલ કરતી સંસ્થાઓ પર આક્ષેપો લગાવતા હોય છે, કે એજન્સીઓની એક્ઝિટ પોલની પદ્ધતિ, સમય અને સવાલો પક્ષપાતી હતા.
આ પણ વાંચો : Jamnagar: સચાણામાં માત્ર 12 ચોપડી પાસ ડોકટર ઝડપાયો
એક્ઝિટ પોલ પારદર્શિ ન હોવાના આક્ષેપો પણ થતા રહે છે. જો કે, ઘણા પરિબળો આ પ્રકારના સર્વેને અસર કરે છે, તેથી તેને 100 ટકા સચોટ ગણી શકાય નહીં. એક્ઝિટ પોલ 1998 થી ખાનગી સમાચાર ચેનલો પર પ્રસારિત થઈ રહ્યા છે. દુનિયાની વાત કરીએ તો આ પ્રકારનો પ્રથમ સર્વે અમેરિકામાં કરવામાં આવ્યો હતો.
એક્ઝિટ પોલના અનુમાન કેટલા સાચા હોય છે?
2004ની લોકસભાની ચૂંટણી હોય કે 2009ની સામાન્ય ચૂંટણી હોય, લગભગ તમામ એજન્સીઓના દાવા નિષ્ફળ ગયા હતા. 2004માં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એનડીએ પુનરાગમન કરી રહ્યું છે પરંતુ કોંગ્રેસ સત્તામાં આવી. 2009માં પણ આવું જ બન્યું હતું. પરંતુ 2014માં મોદી લહેરમાં એક્ઝિટ પોલ ઘણી હદ સુધી સચોટ આગાહી કરવામાં સફળ રહ્યા હતા.
આજે સાંજથી એક્ઝિટ પોલનું પ્રસારણ થશે
મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલ આજે સાંજે 6 વાગ્યે પ્રસારિત થશે.