Rajnath Singh : રક્ષામંત્રીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટવ્યુમાં કહ્યું, કે જો કોઈ આતંકવાદી દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને જડબાતોડ જવાબ આપીશું. જો તે પાકિસ્તાનમાં હશે તો, તેને પાકિસ્તાનમાં ઘૂસીને મારીશુ.
આ પણ વાંચો – 6 April 2024 : જાણો, આજનું રાશિફળ
Rajnath Singh : રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું, “કે સરકાર દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર આતંકવાદીઓને કોઈ કાળે નહિ છોડે. તે પછી ભલે પાકિસ્તાનમાં કેમ ન હોય, તેનો બરાબરનો હિસાબ કિતાબ કરીશું. રક્ષા મંત્રીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, 20 આતંકવાદીઓને માર્યા છે. કોઈ પણ આતંકવાદી પડોશી દેશમાંથી જો ભારતને હેરાન કરશે કે હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અથવા અહીં આતંકવાદી પ્રવૃતિ કરશે, તો તેનો જડબાતોડ જવાબ આપશે. જો તે ભાગીને પાકિસ્તાન જશે તો, પાકિસ્તાનમાં ઘૂસીને મારીશુ.”
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજનાથ સિંહે બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટની પ્રતિક્રિયામાં કહી રહ્યાં હતા, જેમાં ભારતમાં દ્વારા પાકિસ્તાનમાં ટાર્ગેટેડ કિલિંગ્સને અંજામ આપવાનો દાવો કર્યો છે. રિપોર્ટમાં પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈના અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે એવા લોકોને ટાર્ગેટ કરવાની નીતિ લાગુ કરી છે. જેને તે પોતાના દુશ્મન માને છે અને 2019માં પુલવામાં હુમલા બાદ ભારતીય ગુપ્તચર એજન્સી રો (Research and Analysis Wing)એ આ રીતે (ભારત વિરુદ્ધ ષડયંત્ર રચનારાઓને) ઓછામાં ઓછા 20 લોકોને ઠેકાણે પાડી દીધા છે.
રાજનાથ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે ‘ધ ગાર્ડિનન’ના અહેવાલનું ખંડન કર્યું છે. વિદેશ મંત્રાલયે ‘ધ ગાર્ડિયન’ના રિપોર્ટમાં મૂકવામાં આવેલા આરોપોને ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને ભારત વિરોધ પ્રોપેગન્ડા હોવાનુ ઠેરવ્યુ છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ઘણી વખત કહ્યુ છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ ભારત સરકારની નીતિનો ભાગ નથી. રક્ષા મંત્રીએ કહ્યુ કે નવી દિલ્હી પોતાના તમામ પડોસીઓ સાથે સારો સંબંધ રાખવામાં માને છે. તેઓએ કહ્યું કે ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમનો કર્યો નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
તેઓએ કહ્યુ કે ભારતે ક્યારેય કોઈ દેશ પર કબ્જો કરવાનો પ્રયત્ન કર્યો નથી. એ ભારતનું ચરિત્ર છે. પરંતુ જો ભારતને વારંવાર કોઈ હેરાન કરશે. અહીં આતંકવાદી પ્રવૃતિઓને વેગ આપવાનો પ્રયાસ કરશે. તો તેની ખેર નથી. જો કોઈ ભારતની શાંતિ ડોળવાનો પ્રયાસ કરશે તો તેને છોડીશુ નહિ. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે તે બિલકુલ સત્ય છે. ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર છે અને પાકિસ્તાન પણ તે સમજી રહ્યુ છે.