લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Lok sabha Election 1st Phase Voting : લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે મતદાનના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે. આજે 19 એપ્રિલથી સવારે 7 વાગ્યે શરૂ થયેલા મતદાનમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 102 સીટો પર મતદાન થશે.

આ પણ વાંચો – 18 April 2024 : જાણો, આજનું રાશિફળ

PIC – Social Media

Lok sabha Election 1st Phase Voting : આજે લોકસભા ચુંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન છે. આ તબક્કામાં કુલ 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાને છે. આ ચુંટણીમાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનુ ભાગ્ય દાવ પર લાગ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી થઈ શકશે. આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે.

પહેલા તબક્કામાં મતદારોની સંખ્યા

ચુંટણી પંચ અનુસાર પહેલા તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. તેમાંથી 8.4 કરોડ પુરુષ અને 8.23 કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જે પહેલીવાર પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે. જ્યારે 20 થી 29 વર્ષની ઉંમરના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. મતદાન માટે કુલ 1.87 લાખ મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ક્યા રાજ્યોમાં કેટલી બેઠકો માટે થશે મતદાન?

પ્રથમ તબક્કામાં તમિલનાડુની 39, ઉત્તરાખંડની 5, અરુણાચલ પ્રદેશની 2, મેઘાલયની 2, અંદામાનની 1, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, પોંડીચેરીની 1, સિક્કિમની 1 અને લક્ષદ્વીપની 1 સીટ પર મતદાન થશે. તે સિવાય રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, એમપીની 6, અસમ અને મહારાષ્ટ્રની 5-5 બેઠકો પર મતદાન થશે. જ્યારે બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 2 તેમજ ત્રિપુરા, જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢની 1-1 બેઠકો પર મતદાન થશે.

તે સિવાય અરુણાચલ પ્રદેશની 60 અને સિક્કિમની 32 વિધાનસભા બેઠકો માટે પર મતદાન કરવામાં આવી રહ્યું છે.

આ દિગ્ગજોનું ભાગ્ય દાવ પર

લોકસભા ચુંટણીના પહેલા તબક્કામાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને સર્બાનંદ સોનોવાલ, કિરન રિજિજુ, ભૂપેન્દ્રી યાદવ, સંજીવ બાલિયન, જિતેન્દ્ર સિંહ, અર્જુન રામ મેઘવાલ, નિતિશ પ્રમાણિક, કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ, ડીએમકે નેતા કનિમોઝી, તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈ, કમલનાથના દીકરા નકુલનાથની બેઠકો પર મતદાન થનાર છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉતરાંત તમિનાડુના પૂર્વ સીએમ ઓ પનીરસેલ્વમ (રામનાથપુરમ), ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત (હરિદ્વાર), અસમના પૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલ (દિબ્રુગઢ), બિહારના પૂર્વ સીએમ જિતન રામ માંઝી (ગયા), અરુણાચલના પૂર્વ સીએમ નબામ તુકી (અરુણાચલ પશ્ચિમ), ત્રિપુરાના પૂર્વ સીએમ બિપ્લબ દેબ (ત્રિપુરા પશ્ચિમ), પોંડીચેરના પૂર્વ સીએમ વી. વૈદ્યલિંગમ (પોંડીચેરી) થી ચુંટણી મેદાને છે.