Paytm અને G-Pay વાપરો છો? તો વાંચો આ સમાચાર

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Payment App Will Charge : ભારત ટેક્નોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. દેશમાં યુવાનોથી લઈ મહિલાઓ અને વૃદ્ધો પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગ્યાં છે. તે પછી સ્માર્ટફોન હોય કે તેના દ્વારા કરવામાં આવતું પેમેન્ટ હોય. ટેક્નોલોજીના વિકાસની સાથે લોકો પોતાનું તમામ કામ ફોનથી જ પતાવી દે છે. લોકો ફોનથી ચૂકવણી કરવા માટે Paytm, Google Pay, Phone Pay જેવી પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે. આ એપ દ્વારા પૈસાની લેવડ દેવડની સાથે રિચાર્જ અને અન્ય જીવન જરૂરી કાર્યો પણ સરળતાથી થઈ જાય છે. ત્યારે આ એપ્સને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે. આ એપ્સ દ્વારા રિચાર્જ કરવા માટે તમારે અમુક ચાર્જ ચુકવવો પડશે.

આ પણ વાંચો : પહેલી ડિસેમ્બરથી બદલાય જશે સિમ કાર્ડ ખરીદીના નિયમ

PIC – Social Media

આ પણ વાંચો : સવારે ઉઠતાની સાથે જ આ મંત્રનો જાપ કરો, ધન ખાધે પણ નહીં ખૂટે

આ કામો માટે ચૂકવવો પડશે ચાર્જ

હવે પેમેન્ટ એપ દ્વારા રિચાર્જ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. મોબાઈલના રિચાર્જ સાથે જો તમે પેટીએમ વોલેટમાં પણ જો પૈસા નાખો છો તેનો પણ ચાર્જ લાગશે. આ સુવિધા પેમેન્ટની રકમ પર આધારે હશે કે તમે ખાતામાં કેટલા પૈસા નાખો છો. આ રીતે અલગ અલગ રિચાર્જ વાઉચર રિચાર્જ કરવા માટે તમારે અલગ અલગ પેમેન્ટ ચુકવવું પડશે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેટીએમની જેમ ગૂગલે પણ ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાનું શરૂ કરી દીધુ છે. તમે જેટલુ મોટુ રિચાર્જ કરશો અથવા વોલેટમાં જેટલા વધુ પૈસા નાખશો. તમારી પાસેથી એટલો જ વધારે ચાર્જ લેવામાં આવશે. આપને જણાવી દઈએ, કે PhonePe લાંબા સમયથી ગ્રાહકો પાસેથી રિચાર્જ પેમેન્ટ લઈ રહ્યું છે. હવે Google Pay અને Paytm એ પણ ચાર્જ વસુલશે. અત્યાર સુધી યુઝર્સ પાસે ફ્રીમાં રિચાર્જ કવરા માટે ઘણાં ઓપ્શન હતા. પણ હવે ગ્રાહકોએ ત્રણેય પ્લેટફોર્મ પર રિચાર્જ માટે ચાર્જ ચુકવવો પડશે.