Supriya Srinet Account Hack : બોલીવુડ અભિનેત્રી અને મંડી લોકસભા સીટ પરથી બીજેપીની ઉમેદવાર કંગના રનૌતને લઈ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે વાંધાજનક પોસ્ટ કરી છે. જો કે આ પોસ્ટ બાદ સુપ્રિયાએ જણાવ્યું કે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું છે.
આ પણ વાંચો – ગુજરાતના અનોખા મતદાન મથકો, જાણો શું છે વિશેષતા?
Supriya Srinet Account Hack : કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા છે. સુપ્રિયાના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાના સમાચાર છે. સુપ્રિયા શ્રીનેતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલિવૂડ એક્ટ્રેસ અને મંડી, હિમાચલથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત (Kangana Ranaut) વિશે વાંધાજનક તસવીરો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ફોટો પોસ્ટ થયા બાદ હોબાળો થયો હતો અને ભાજપ આક્રમક બની ગયું હતું. જ્યારે હોબાળો વધ્યો ત્યારે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા કરી કે તેમનું સોશિયલ મીડિયા (ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ) હેક કરવામાં આવ્યું છે. તે ક્યારેય કોઈ મહિલા વિરુદ્ધ આવી પોસ્ટ ન કરી શકે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કંગનાની તસવીર પર સુપ્રિયા શ્રીનેતનો ખુલાસો
કંગનાની આ તસવીર અંગે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કર્યું હતું કે, “મારા મેટા એકાઉન્ટ્સ (FB અને Insta) પર એક્સેસ ધરાવતા કોઈ વ્યક્તિએ એકદમ ઘૃણાસ્પદ અને વાંધાજનક પોસ્ટ કરી હતી, જેને હટાવી દેવામાં આવી છે. જે કોઈ મને ઓળખે છે તે જાણતા હશે કે હું ક્યારેક કોઈ મહિલા માટે આવુ ન કહિ શકુ. જો કે મને હમણાં જ જાણવા મળ્યું કે મારા નામનો દુરુપયોગ કરીને ટ્વિટર (@Supriyaparody) પર એક પેરોડી એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યું છે, જેણે કરતુત કરી છે અને તેને લઈ રિપોર્ટ પણ કરવામાં આવી રહી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કંગના રનૌતે જડબાતોડ જવાબ આપ્યો
સુપ્રિયા શ્રીનેતના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલી આ તસવીર પર ભાજપ એટેકિંગ મોડમાં આવી ગયું છે. આ પછી અભિનેત્રી અને બીજેપી નેતા કંગના રનૌતે પણ તેના પર જોરદાર પ્રહારો કર્યા છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પર લખ્યું, “પ્રિય સુપ્રિયા જી, એક કલાકાર તરીકેની મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષોમાં, મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. એક નિર્દોષ વ્યક્તિ. ક્વિનમાં એક ભોળી છોકરીથી લઈને ધાકડમાં એક મોહક જાસૂસ સુધી, મણિકર્ણિકાની દેવીથી લઈને ચંદ્રમુખીમાં એક રાક્ષસ સુધી, રજ્જોની વેશ્યાથી લઈને થલાઈવીમાં ક્રાંતિકારી નેતા સુધી. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહોના બંધનમાંથી મુક્ત કરવી જોઈએ. આપણે તેના શરીના અંગોની જિજ્ઞાસાથી ઉપર આવવું જોઈએ. વધુમાં આપણે જીવન અને પરિસ્થિતિઓને પડકાર આપનાર સેક્સ વર્કરોને કોઈપણ પ્રકારના દુર્વ્યવહાર કે અપમાનના રૂપે તેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. દરેક મહિલા પોતાની ગરિમાની હકદાર છે.