UPIથી રૂ. 5 લાખ સુધી કરી શકશો ચૂકવણી, પણ શરત આટલી

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

UPI Payment Limit : RBIએ તાજેતરમાં UPI પેમેન્ટની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેનો અમલ આવતા અઠવાડિયેથી થશે…

આ પણ વાંચો : આધારથી ઇન્કમટેક્સ તમામ કામ એકદમ ફ્રી

UPI Payment Limit: ભારતીય રિઝર્વ બેંકે 8 ડિસેમ્બર, 2023 ના રોજ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસને લઈને મોટી જાહેરાત કરી હતી, જેમાં ટ્રાન્ઝેક્શન મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. વપરાશકર્તાઓ આ ચુકવણી માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને જ કરી શકશે. ત્યારથી આ ટ્રાન્ઝેક્શન લિમિટ (Payment Limit) ક્યારે લાગુ થશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર (PSBs) અને APs ને 10 જાન્યુઆરી, 2024 થી આ સુવિધા આપવા માટે કહ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

UPI Payment Limit ડિસેમ્બરમાં નક્કી કરવામાં આવી હતી

ડિસેમ્બર 2023માં તેની મોનેટરી પોલિસી કમિટીની બેઠક દરમિયાન UPIને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં રિઝર્વ બેંકે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી હતી, પરંતુ આ મર્યાદા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જ વધારવામાં આવી હતી. આ પછી, NPCIએ 19 ડિસેમ્બર, 2023 ના રોજ આ બાબતે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. નોંધનીય બાબત એ છે કે જે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ આ મર્યાદા માટે રિક્વેસ્ટ કરશે તેમને જ આ સુવિધાનો લાભ મળશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

10 જાન્યુઆરીથી મળશે સુવિધાનો લાભ

NPCI દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, યુઝર્સ હવે 10 જાન્યુઆરી, 2024થી UPI દ્વારા રૂ. 5 લાખ સુધીની ચુકવણી કરી શકશે. આ માટે NPCIએ તમામ બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને API એપ્સને આ સેવા આપવાનો આદેશ આપ્યો છે. યુઝર્સ માત્ર વેરિફાઈડ મર્ચન્ટ્સ પાસેથી જ UPI દ્વારા રૂ. 5 લાખ સુધીની ચુકવણી કરી શકશે. UPIની શરૂઆત ભારતમાં 2016માં થઈ હતી.

આ પણ વાંચો : CM પટેલે 201 નવીન બસોને આપી લીલી ઝંડી

ત્યારથી તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે અને તે લોકોમાં ચૂકવણીની પસંદગીની પદ્ધતિ બની ગઈ છે. વધતા જતા ડિજિટલાઈઝેશનના યુગમાં લોકો કેશ પેમેન્ટને બદલે UPI દ્વારા પેમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ ચૂકવણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, RBIએ UPI દ્વારા ચુકવણી મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે.