આજથી ગુજરાત પર માવઠાનું સંકટ, જાણો ક્યાં પડશે વરસાદ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Gujarat Weather : રાજ્યમાં ભર ઉનાળે માવઠાની આગાહી થતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. એક બાજુ ગુજરાતમાં ધોમધખતો તાપ વરસી રહ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આજથી માવઠાની આગાહી કરી છે.

આ પણ વાંચો – પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર, જાણો કેવી છે તબિયત

PIC – Social Media

Gujarat Weather : હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. શુક્રવારે આખો દિવસ પવન ફૂંકાતા ગરમીમાં થોડા અંશે રાહત મળી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે આઠેક જિલ્લા સાથે દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આજથી બે દિવસ કમોસમી વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત તો મળશે પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આજે ક્યાં જિલ્લામાં પડશે માવઠું

આજે માવઠાની વાત કરીએ તો આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

હવામાન નિષ્ણાંતે શું કહ્યું?

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે આજે કચ્છ જિલ્લામાં માવઠાની તીવ્રતા સૌથી વધારે રહેશે. આજે વહેલી સવારથી કચ્છમાં અતિ ઘાટા વાદળો છવાઇ જશે અને માવઠાના ઝાપટા શરૂ થશે. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ આજે કમોસમી વરસાદના ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક ભાગોમાં વાદળછાંયા વાતારવણ વચ્ચે વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર

તારીખ 14 અને 15 એપ્રિલે માવઠાની તીવ્રતામાં વધારો થશે. જેમાં ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળશે. આ તારીખ દરમિયાન વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 તારીખના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તેમજ દાહોદ જીલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યકત કરવામાં આવી છે.