Unique Village : શું તમને ખબર છે? કે ગુજરાત (Gujarat)માં એક એવું ગામ આવેલું છે જેને મીની આફ્રિકા (Mini Africa) તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત જ નહિ ભારતમાં પણ આ ગામ પોતાની અલગ ઓળખથી જાણીતુ બન્યું છે. તમને કદાચ પ્રશ્ન થતો હશે કે આ ગામને મીની આફ્રિકા (Mini Africa) કેમ કહેવામાં આવે છે? તો આવો જાણીએ…
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ
ગુજરાતના ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાળા (Talala) તાલુકામાં આવેલું જાંબુર (Jambur) ગામ મિનિ આફ્રિકા તરીકે ઓળખાય છે, અહીં વસવાટ કરતા લોકો અફ્રિકન લોકો જેવા જ લાગે છે. આ લોકોને સીદ્દી આદિવાસી અથવા હિબ્સી લોકો તરીકે ઓળખવામાં આવે છે. મજાની વાત એ છે કે આ તમામ લોકોના રંગ, રૂપ, કદ, કાઠી વગેરે સંપૂર્ણ રીતે આફ્રિકાના હબ્સી પ્રજા જેવી જ છે. જાંબુર જ નહિ આજુ બાજુના ગામ માધુપુર ગીર, તાલાળા, સાસણ, મંડોર સહિતના ગામોમાં પણ સદ્દી સમાજ લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
આફ્રિકન લોકો કઈ રીતે ગુજરાત પહોંચ્યાં?
ગીર સોમનાથ જિલ્લામાં વસતા સિદ્દી સમુદાયના લોકોનો દેખાવ હુબહું આફ્રિકન લોકો જેવો હોય છે. એવું માનવામાં આવે છે, કે વર્ષો પહેલા પર્ટુગીઝ લોકો ઈસ્ટ આફ્રિકામાંથી એનેક લોકોને ગુલામ બનાવીને અહીં લાવ્યાં હતા સમયાંતરે જુનાગઢના નવાબે તેઓને નાગરિકોનો દરજ્જો આપી તેઓને કામ આપ્યું તેમજ પાલણ પોષણ કર્યું. જાંબુર અને આસપાસના વિસ્તાર આજે પણ મોટી સંખ્યામાં હબ્સી એટલે કે સદ્દી લોકો વસવાટ કરે છે. વર્ષોથી ભારતમાં રહેતા હોવાથી તેઓ સંપૂર્ણ રીતે ભારતીય બની ગયા છે. પણ તેની મૂળ સંસ્કૃતિ તેઓએ આજે પણ જાળવી રાખી છે.
આ પણ વાંચો : Kochi : CUSAT યુનિવર્સિટીના મ્યુઝિક શૉમાં નાસભાગ, 4ના મોત
કેવી છે સંસ્કૃતિ?
સેંકડો વર્ષોથી આ પ્રજા ગુજરાતમાં વસવાટ કરતી હોવાથી તેઓ સંપૂર્ણ રીતે ભારતીય દુધ અને સાકરની જેમ ભળી ગયા છે. પણ તેઓએ પોતાની મૂળ સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે. ગુજરાતમાં રહેતો સિદ્દી સમુદાય મોટા ભાગે ઈસ્લામ ધર્મ પાળે છે. તેમજ ગુજરાતી ભાષા બોલે છે. તેઓના નૃત્યુને ધમાલ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મોમા નામના સંગીતના તાલ પર નૃત્ય કરે છે. સદ્દી સમુદાયના લોકો કદ કાઠીએ મજબૂત હોય છે તેમજ આ પ્રજા ઘણી મહેનતુ પણ છે. કેટલાક યુવાનો તો ભારતીય સૈન્યમાં અને અન્ય જગ્યાએ ફરજ પણ બજાવે છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
ગત વિધાનસભા ચૂંટણી 2022માં મિની આફ્રિકા ગણાતા જાંબુર ગામમાં પ્રથમવાર વિશેષ જનજાતિય મતદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું હતુ. તો જ્યારે ગીરમાં સિંહ દર્શકે સોમનાથ દાદાના દર્શન કરવા જવાનુ થાય તો ગુજરાતના ગૌરવ સમાન મિનિ આફ્રિકાની મુલાકાત લેવાનું ચુકશો નહિ.