Kutch News: ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાક્લ્યાણકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા અંજાર (Kutch-Anjar) તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું (Viksit Bharat Sankalp Yatra) આયોજન કરાયું છે. જે અંતર્ગત વિવિધ યોજનાકીય લાભો નાગરિકોને આપવામાં આવી રહ્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને સંઘડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. સંઘડ ગામ ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થી યોજનાથી વંચિત ના રહી જાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્યએ સૌ નાગરિકોને અપીલ કરી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો. સંઘડ ગામની પ્રા.શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા “કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના હસ્તે સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત સંઘડ ગામ ઓ.ડી.એફ જાહેર થયું હોય સરપંચને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત, મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
આ પણ વાંચો: રાજકોટ તાલુકાના ખેરડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા.એસ.જાડેજા, ઉપપ્રમુખ ભુરા વી.છાંગા અગ્રણી શંભુ આહિર, શામજી ચાવડા, મ્યાઝર છાંગા, ગોવિંદ ડાંગર, કાનજી જીવા આહીર, મામલતદાર આર.આર.ખાંભલા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમ તાલુકા વિકાસ અધિકારી અંજાર દ્વારા જણાવાયું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.