Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot News: TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને ફરજ મુક્ત કરવાના રાજ્ય સરકારે કરેલા નિર્ણયના વિરોધમાં રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર (Gondal)માં TRB જવાનો દ્વારા બાઈક રેલી કાઢી જુદા-જુદા રાજમાર્ગો ઉપર ફરી પ્રાંત કચેરીએ પહોંચી TRB જવાનોએ ગોંડલ પ્રાંત અધિકારી (Provincial Officer)ને આવેદનપત્ર (Memorandom) પાઠવી રાજય સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
TRB જવાનોએ આવેદનપત્રમાં જણાવેલ કે, રાજ્યના તમામ જીલ્લાઓ અને તાલુકાઓમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો માનદ વેતનથી ઘણા લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે.
ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને ક્રમશ તાત્કાલિક અસરથી છુટા કરવા તથા છુટા કરેલા ટ્રાફિક બ્રિગેડને ફરીથી નિમણુક ન કરવી તથા ખાલી રહેલી જગ્યા ઉપર નવા સભ્યોની નિમણુક કરવી. આ નિર્ણય સામે રાજ્યભરમાં જવાનોમાં નારાજગી પ્રસરી છે.
આ નિર્ણય યોગ્ય ન હોય અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ છેલ્લા પાંચ કે દસ વર્ષથી પોતાના જીવનની કારકિર્દી બનાવવાનો અમુલ્ય સમય તેમણે માનદ સેવક તરીકે સેવા આપેલ હોય અને ફક્ત રૂ. 300 જેવા નજીવા દરે ફરજ બજાવતાં હોય છે.
છુટા કરવાના આદેશને પગલે જવાનો ફીકસ પગારમાંથી પણ બેરોજગાર થયાં હોવાનો વસવસો કરી રહ્યા છે. વધુમાં હાલ સરકાર દ્વારા રોજગાર અંગે નવી તકો ઉભી કરવામાં આવે છે.
પરંતુ આ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ટ્રાફિક બ્રિગેડ જવાનોને તાત્કાલીક અસરથી છુટા કરવું તે નિર્ણયનું ગુજરાત રાજ્યના તમામ ટ્રાફિક બ્રિગેડ જવાનો સખ્ત વિરોધ દર્શાવીને સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે આ ફક્ત ગુજરાત રાજ્યના 6400 જેટલા ટ્રાફિક બ્રિગેડનુ નહિ પણ અમારા આટલા પરીવારોને ધ્યાનમાં રાખીને નિર્ણય અંગે ફેર વિચારણા કરે. તથા તા. 18નો આદેશ પરત ખેંચે તેવી લાગણી અને માંગણી છે.
શહેરની ટ્રાફિક સમસ્યા દિન-પ્રતિદિન વધતી જતી હોય મોટાભાગના વિસ્તારોમાં TRB જવાનો પોલીસ સાથે ફરજ બજાવી ટ્રાફિક કલીયર કરાવતા હોય છે. ત્યારે ગોંડલ શહેરમાં એકબાજુ હાઈકોર્ટેના નિર્ણયને લઈને બન્ને મોટાપુલ બંધ કરવાની ફરજ પડી છે, ત્યારે વારંવાર ટ્રાફિક સમસ્યાથી ચકકાજામ જેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.
એક બાજુ શહેરને બે ઝોનમાં વહેચણી કરવામાં આવી છે એ ડીવીઝન અને બી ડીવીઝન એમાં પણ પોલીસ સ્ટાફ ધટ હોય ત્યાંજ અધુરામાં પુરૂ ટ્રાફિક સમસ્યાનો વધુ પડતો બોજ ફરી પાછો પોલીસ જવાનો ઉપર આવશે.
આ પણ વાંચો: TRB જવાનોની કરવામાં આવશે છટણી, 6400ને કરાશે ફરજ મુક્ત
વધતી જતી વસ્તીને કારણે પોલીસની દોડાદોડી વધી છે અને ACમાં બેસતાં મોટા અધિકારીઓ રીપોર્ટ માંગતા મોડું થાય તો ન સાંભળવાનું સંભળાય છે. જેથી આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ઉકેલ કરવામાં આવે તે જરૂરી બનવા પામ્યું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.