Crime News: રાજકોટ ખાતેના થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ થોરાળા વિસ્તારમાંથી ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન ટેકનિકલ સોર્સના આધારે શોધી કાઢવામાં આવ્યા હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ કામગીરી અંતર્ગત સાયબર ક્રાઈમ ડિટેક્શન ટીમના પોલીસ કોન્સ્ટેબલ દિનેશ વાળા, રાકેશ બાલાસરા અને અન્ય સ્ટાફે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર (CEIR) પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનેટરીંગ કરતા રહે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જેના આધારે ગુમ અથવા ચોરાયેલ મોંઘાદાઢ મોબાઈલ ફોનને ટ્રેક કરી શોધી કાઢવામાં આવે છે. જેમાં ગત એક માસમાં “CEIR” પોર્ટેલના ઉપયોગ થકી રૂ. 89000ની કિંમતના કુલ છ મોબાઈલ ફોન શોધીને રીકવર કરવામાં આવ્યા અને મૂળ માલિકને પરત કરાયા હતા.
આ પણ વાંચો: મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટીની 61 બહેનોએ સાહસિક ખડક ચઢાણની શિબિર કરી પૂર્ણ
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર