Xiaomiનો આ ફોન લોન્ચ થતા જ વેંચાયા 14 લાખ યુનિટ્સ

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

Jagdish, Khabri Media Gujarat

Xiaomiએ હાલમાં જ પોતાની Xiaomi 14 સિરીઝ લોન્ચ કરી છે. જો કે આ સિરીઝ માત્ર ચીનમાં જ લોન્ચ થઈ છે. કંપનીના આ ફોન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. આ ફોન્સનું જોરદાર વેચાણ થયું છે. Wall Street Insightsના રિપોર્ટ અનુસાર, કંપનીએ માત્ર 10 દિવસમાં Xiaomi 14 સિરીઝના 14.5 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું છે.

આ પણ વાંચો : Children’s Day 2023: ભારતમાં 14 નવેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે બાળ દિવસ ?

PIC – Social Media

સ્માર્ટફોનનો પ્રથમ સેલ 31 ઓક્ટોબરથી શરૂ થયો હતો અને 10 નવેમ્બર સુધીમાં કંપનીએ આ રેકોર્ડ બનાવી લીધો હતો. આ શાઓમીના પ્રીમિયમ લાઈન અપના વેચાણનો નવો રેકોર્ડ છે.

રિપોર્ટનું માનીએ તો આ બંપર સેલના લીધે શાઓમી પોતાના હોમ માર્કેટમાં એટલે કે ચીનમાં ટોપ પર પહોંચી ગયું છે. સ્માર્ટફોન મેકર 44 અઠવાડિયાથી ટોપ પર છે. હુવાવે અને ઓનર બીજા અને ત્રીજા નંબર પર છે. શાઓમીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

જાણો શું છે સ્પેસિફિકેશન્સ?

આ સિરીઝમાં કંપનીએ બે સ્માર્ટફોન Xiaomi 14 અને Xiaomi 14 pro ને લોન્ચ કર્યા છે. બંને ફોન Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર સાથે આવે છે. તેમાં OLED સ્ક્રીન, 120Hz રિફ્રેશ રેટ, દમદાર કેમેરા અને બીજા ઘણાં ફિચર્સ મળે છે.

આ પણ વાંચો : World Cup 2023 : વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ

PIC – Social Media

Xiaomi 14 proમાં 6.73-inch ની 2.5D LTPO ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેનો મેઈન લેન્સ 50 MPનો છે. તે સિવાય 50 MPનો ટેલીફોટો અને 50 MPનો અલ્ટ્રા વાઇડ એંગલનો લેન્સ મળશે.

ફ્રન્ટમાં કંપનીએ 32MPનો સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઈસને પાવર આપવા માટે 4880mAhની બેટરી આપવામાં આવી છે. જે 120Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે નોન પ્રો વેરિયન્ટ એટલે કે Xiaomi 14માં 6.36-inch ની LTPO AMOLED ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં પણ 50MPના મેઈન લેન્ચ વાળુ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

Xiaomi 14માં 32 MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 4610mAhની બેટરી આપવામાં આવી છે. જે 90Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બંને ફોન્સમાં 50Wનું વાયરલેસ ચાર્જર મળે છે. આ હેંડસેટ 10W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.