Jagdish, Khabri Media Gujarat :
Rajkot News : રાજકોટનું એક નાનકડું ગામ રાજ્યનું પ્રથમ ‘દીકરી ગામ’ તરીકે જાહેર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા સશક્તિકરણને લઈ દીકરીઓના હિતમાં આગવા પગલા લઈ રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ એવા ‘દીકરી ગામ’ પાયલોટ પ્રોજેક્ટનો પાટીદડ ગામથી પ્રારંભ થઈ રહ્યો છે. યોજના અતંર્ગત હવેથી ગામનું દરેક ઘર પોતાની દીકરી નામે ઓળખાય તે માટે તમામ ઘર પર દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી છે.
આ પણ વાંચો : દ્વારકામાં કંગના રનૌતે લોકસભાની ચૂંટણીને લઈ આપ્યાં મોટા સંકેત
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રથમ એવા ‘દીકરી ગામ’ પાયલોટ પ્રોજેક્ટનો પાટીદડ ગામથી પ્રારંભ થઈ રહ્યો છે, તે આનંદની વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે થયેલા પ્રયાસો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, પાટીદડ ગામથી દીકરી ગામની શરૂ થયેલી આ પહેલ સમગ્ર રાજ્યના લોકો માટે પ્રોત્સાહનરૂપ બનશે.
આ પણ વાંચો : Rajkot News: રાજકોટમાં આ તારીખે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
સમગ્ર રાજ્યમાં આ નવતર પ્રયોગ છે. જે અંતર્ગત સમગ્ર ગામમાં, જેમના ઘરે દીકરી છે. ત્યાં દીકરીની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. ઉપરાંત સમરસ બાલિકા પંચાયતની રચના કરાઈ છે. તેમજ ગામમાં મહિલા સશક્તિકરણ સહિતના કાર્યક્રમો પર ભાર મુકાશે. આ સિવાય પી.એમ.સી સિમેન્ટ કંપની તેના (CSR) સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગામની દરેક દીકરીના જન્મ સમયે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવી તેમાં પ્રથમ હપ્તો જમા કરાવશે તેવી જાહેરાત કરાઈ હતી.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
આ પ્રસંગે સમરસ બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ આઠ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. નવજાત બાળકી તથા માતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. તેમજ વ્હાલી દીકરી મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન “બેટી બચાવો, બેટી પઢાઓ”ના શપથ પણ લેવામાં આવ્યા હતા.