રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગની મુખ્ય યોજના છે.

Rajkot: રાજકોટ જીલ્લામાં આ રીતે ખોલી શકસો નવા પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rajkot: રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના (Pradhan Mantri Janaushadhi kendra) એ ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગની મુખ્ય યોજના છે. જેમાં લોકોને ગુણવત્તાયુકત જેનરિક દવાઓ પોસાય તેવા ભાવે પુરી પાડીને સામાન્ય લોકોના જીવન પર નોંધપાત્ર અસર કરી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ જન ઔષધી કેન્દ્રો પર અપાતી દવાઓ ઓપન માર્કેટમાં મળતી દવાઓ કરતા 50 % ઓછા ભાવમાં ઉપલબ્ધ હોય છે. અને કેટલાક કિસ્સાઓમાં બ્રાન્ડેડ દવાઓની સરેરાશ બજાર કિમંત કરતા 80-90 % જેટલી સસ્તી હોય છે.

1759 પ્રકારની ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ તેમજ 280 પ્રકારના ઉચ્ચ ગુણવત્તાવાળા સર્જીકલ સાધનો કોઇ પણ વ્યક્તિને 50 થી 90 % સસ્તા ભાવે પ્રધાનમંત્રી જનઔષધી કેંદ્રો પરથી મળી શકશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રાજકોટ જિલ્લામાં આવેલ પ્રધાનમંત્રી જનઔષધી કેંદ્રોના નામ અને સરનામાની યાદી જિલ્લા પંચાયત કચેરી રાજકોટ તેમજ તમામ તાલુકા પંચાયત કચેરી ખાતે જે તે તાલુકા પંચાયત કચેરીમાં ઉપલબ્ધ છે.

વધારે માહીતી માટે કોઇ પણ વ્યક્તિ 1800-180-8080 ટોલ ફ્રી નંબર અથવા janaushadhi.gov.in વેબ સાઇટ પરથી મેળવી શકશે.

આ પણ વાંચો: નખત્રાણા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક માટે આવી ભરતી આ રીતે કરો અરજી

જનઔષધી કેંદ્રો પરથી સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ મેળવે તેવી જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જાહેર જનતાને અપીલ કરી છે. નવા જનઔષધિ કેન્દ્ર ખોલવા વધુ વિગત માટે મિતેષભાઇ પંડ્યા આસિ. મેનેજર (PMBI) મો. નંબર 96012 94366નો સંપર્ક કરવા જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.