Jagdish, Khabri Media Gujarat
ભારતીય ક્રિકેટ મોહમ્મદ શામી (Mohammed Shami) હાલ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં છે. જો કે, તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ભારે ચર્ચા રહે છે. ત્યારે હવે એક એક્ટ્રસે મોહમ્મદ શામી(Mohammed Shami)ને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. સાથે એક શરત પણ મુકી છે.
આ પણ વાંચો : ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યાં થયું માવઠું?
જી હા, અભિનેત્રી પાયલ ઘોષે (Payal Ghosh) ટ્વિટ કરતા લખ્યું છે, કે “શમી તુમ અપના ઇંગ્લિશ સુધારો, તો તુમસે શાદી કરને કે લિએ તૈયાર હૂં”. જી હા, મોહમ્મદ શામીનો એક વિડિયો હાલમાં જ વાયરલ થયો હતો. જેમાં તે ભાંગીતૂટી અંગ્રેજી બોલતો જોવા મળ્યો હતો.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
પાયલ ઘોષ(Payal Ghosh)ની આ પોસ્ટ સામે આવતા જ લોકોએ કોમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું છે. એકે લખ્યું છે. “ઈંગ્લિશની શું જરૂર છે, તમે ભારતમાં છો, ગર્વ કરો પોતાની હિન્દી પર, પોતાની સ્થાનિક ભાષા પર”, ત્યાર બાદ બીજા યુઝર્સે લખ્યું, “અચ્છા અબ મુસલમાન મુસલમાન નહીં હૈ?” અન્ય એક યુઝરે કમેન્ટ કરી, કે “પણ તે તારા સાથે લગ્ન નહિ કરે, કેમ કે તુ તેને લાયક નથી.”
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે MPs/MLAs સામેના ફોજદારી કેસો અંગે માર્ગદર્શિકા કરી જારી
પાયલ ઘોષની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘વર્ષાધારે’, ‘પ્રાયણમ’, ‘ઉસારવેલી’, ‘મિસ્ટર’, ‘રાસ્કલ’, અને ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મો સામેલ છે. મહોમ્મદ શામીએ પોતાના પહેલા લગ્ન હસીન જહાં સાથે કર્યાં હતા અને તેને એક પુત્રી પણ છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
બાદમાં હસીન જહાંએ શામી વિરુદ્ધ બેવફાઈ, મેચ ફિક્સિંગ અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા કેસ કર્યો હતો. હજુ પણ આ કેસ ચાલી રહ્યો છે અને શમી પોતાની પત્નીનો ખર્ચો ઉપાડે છે.