Jagdish, Khabri Media Gujarat :
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જ્યારે પણ એક વર્સટાઈલ એક્ટરની વાત થાય ત્યારે કમલ હાસનનું નામ જરૂર આવે છે. કમલ હાસન 7 નવેમ્બર એટલે કે આજે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તેઓએ માત્ર સાઉથમાં જ નહિ બોલિવુડમાં પણ ‘ચાચી 420’ સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. જેના લીધે આ અભિનેતાની એક બે નહિ પરંતું 7 ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થઈ ચૂકી છે.
આ પણ વાંચો : Surendranagar Fire : કોમ્પલેક્ષની દુકાનોમાં લાગી ભીષણ આગ
કમલ હાસનને મળ્યાં છે સૌથી વધુ ફિલ્મ ફેઅર એવોર્ડ
કમલ હાસનનો જન્મ 7 નવેમ્બર 1954માં તમિલનાડુમાં થયો હતો. તેઓએ પોતાના કરિયરની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ત્યાર બાદ લીડ અભિનેતા તરીકે 1975માં તેઓ ‘અપૂર્વ રંગાગલ’ ફિલ્મમાં જોવા મળ્યાં હતા. આપને જાણીને આશ્ચર્ય થશે, કે કમલ હાસને 2000માં ફિલ્મ ફેઅર માટે એક પત્ર લખી વિનંતી કરી હતી, કે તેઓને આ માટે નોમિનેટ ન કરવામાં આવે અને યંગ ટેલેન્ટને પ્રાત્સાહિત કરે. જણાવી દઈએ કે કમલ હાસનને એક બે નહિ પણ 19 ફિલ્મ ફેઅર એવોર્ડ મળ્યાં છે. એટલું જ નહિ તેઓને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : Career Tips : ધોરણ 12 બાદ ડૉક્ટર બનવા શું કરવું જોઈએ?
ખૂબ જ ઓછા લોકો જાણે છે, કે 4 નેશનલ અને 19 ફિલ્મ ફેઅર એવોર્ડ જીતી ચૂકેલા કમલ હાસનની 7 ફિલ્મો ઓસ્કાર એવોર્ડમાં પણ રિપ્રેજેન્ટ કરી ચૂકી છે. જેમાં ‘સાગર’, ‘સ્વાતિ મુત્યમ’, ‘નાયગન’, ‘થેવર મગન’, ‘કુરુથિપુનલ’, ‘ઈન્ડિયન’ અને ‘હે રામ’ નો સમાવેશ થાય છે. કમલ હાસને પોતાના ફિલ્મી કરિયરમાં 200થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 2016માં ફાન્સ સરકારે કમલ હાસનને તેમના હિન્દી સિનેમામાં યોગદાન બદલ ‘શિવેલિઅર એવોર્ડ’થી સન્માનિત કરાયા હતા. આ એવોર્ડ મેળવનાર કમલ હાસન બીજા સાઉથ ઇન્ડિયન એક્ટર છે. માત્ર એક્ટિંગમાં જ નહિ કમલ હાસને રાજનિતીમાં પણ કમાલ કરી બતાવી છે. 2018માં તેઓએ પોતે એક રાજકીય પાર્ટી બનાવી, તેમની પાર્ટીનું નામ ‘મક્કા નીધિ માઈમ’ છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.