Vasty Tips : ઘણીવાર ઘરમાં કારણ વગર તણાવ તેમજ લડાઈ ઝઘડાઓ થતા રહે છે. અંગત સંબંધોમાં કડવાશ અને ઉદાસિનતા આવી જાય છે. જો તમે પોતાના જીવનમાં ખુશ રહેવા માંગો છો તો આ ઉપાય જરૂર અપનાવો, ખબરી ગુજરાતના વાંચકો માટે અમે અહી રજૂ કરીએ છીએ 15 સરળ ઉપાયો.
આ પણ વાંચો : ફોરેન નહિ આ આપણું અમદાવાદ છે, જુઓ બુલેટ ટ્રેન ટર્મિનલની શાનદાર ઝલક
વાસ્તુના 15 સરળ ઉપાય
અઠવાડિયામાં એકવાર ઘરમાં ગૂગળનો ધુપ કરવો જોઈએ, ઘરમાં ગૂગળનો ધૂપ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઘઉંમાં નાગકેશરના બે દાણા અને તુલસીના 11 પાન નાખી લોટ દળવાને શુભ માનવામાં આવે છે.
ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને દીવો કરવાથી ઘરમાં શુભતા આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
દર ગુરુવારે તુલસીના છોડને દુધ ચડાવવું શુભ હોય છે.
તાવડી કે તવી પર રોટલી સેકતા પહેલા દૂધના છાંટા છાંટવા જોઈએ.
ઘરમાં રોટલી બનાવતી વખતે પહેલી રોટલી હંમેશા ગાય માતા માટે કાઢવી જોઈએ.
મકાનમાં 3 દરવાજાઓ એક જ રેખાની સીધમાં રાખવા જોઈએ.
સૂકા ફૂલ અશુભ માનવામાં આવે છે, તેથી ઘરમાં સુકા ફૂલ રાખવા જોઇએ નહિ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સંત મહાત્માઓના આશિર્વાદની મુદ્રામાં ફોટાઓ કે ચિત્રો બેઠકરૂમમાં રાખવા જોઈએ.
ઘરમાં તુટેલી, ભંગાર અને બિનજરૂરી વસ્તુઓને ભેગી કરવી જોઈએ નહિ.
દક્ષિણ અને પૂર્વ દિશાના ખૂણામાં લીલોતરીથી ભરપૂર ચિત્રો કે ફોટાઓ લગાવવા જોઈએ.
ઘરમાં નળ ટપકતો ન હોવો જોઈએ. આવા નળને રિપેર કરવી લેવા જોઈએ અથવા બદલાવા જોઈએ.
ઘરમાં ગોળ ધાર કે કિનારાવાળા ફર્નિચર જ શુભ મનાવામાં આવે છે.
આ પણ વાંચો : 8 Dec 2023 nu Rashifal સૌથી સટીક ભવિષ્યવાણી
ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશાની ગેલરીમાં કે પૂજા સ્થળની પાસે રાખવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશામાં કરવામાં આવેલો પાણીનો નિકાલ આર્થિક દ્રષ્ટિએ શુભ હોય છે. તે માટે ઘર બનાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરુરી છે.