IAS બનેલા પવન કુમારની સંઘર્ષ ગાથા, બહેનોની મજૂરીથી પુસ્તકો ખરીદ્યા

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી
Spread the love

Success Story : જો પરિશ્રમ અને દ્રઢ સંકલ્પ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા રોકી ન શકે. બુલંદશહેરના પવન કુમારે તે કરી બતાવ્યું છે. સુવિધાઓના અભાવ છત્તા પવન કુમારે યુપીએસસી ક્લિઅર કરી જિલ્લાની સાથે સાથે પોતાના પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો – પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર થયો પથ્થરમારો

PIC – Social media

Success Story : બુલંદશહેરના પવન કુમારે યુપીએસસી પરીક્ષામાં 239મો રેન્ક મેળવી આઈએએસ બન્યા છે. પરંતુ તેમના ઘરની આર્થિક સ્થિતિ એવી છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત મળેલા ગેસ સિલિન્ડર ભરાવાના પણ પૈસા નથી. જ્યારે તેના પિતા અને બહેનોએ મજૂરી કરી ત્યારે તે પુસ્તકો લઈ શક્યા અને ત્યાર બાદ 3200 રૂપિયાનો સેકન્ડ હેન્ડ ફોન ખરીદ્યો જેથી તૈયારી કરવામાં મદદ મળી શકે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જિલ્લાના રઘુનાથપુર ગામમાં રહેતા મુકેશ કુમારના દીકરા પવન કુમારે સિવિલ સેવા પરીક્ષામાં 239મો રેન્ક મેળવ્યો છે. દીકરાની સફળતાને લઈ હાલ કુટુંબમાં ઉત્સાહનો માહોલ છે. માતા-પિતાનું કહેવું છે કે તેઓને પોતાના દીકરા પર ગર્વ છે. જે ઘરમાં પવનનો પરિવાર રહે છે. ત્યાં કોઈ સુવિધા નથી. સિવિલ સેવા પરીક્ષા પાસ કરનાર પવનની માં અને બહેનો જંગલમાં લાકડા ભેગા કરી ચુલા પર રસોઈ બનાવે છે. પરિવારને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર તો મળ્યો છે, પરંતુ તેને ભરવા માટે એક હજાર રૂપિયા ભેગા કરી શક્યા નહિ. જેથી ચુલા પર જ રસોઇ બને છે.

પવનના પિતાએ કહ્યુ કે તેને તૈયારી માટે એક એન્ડ્રોઇડ મોબાઇલની જરૂર હતી, તો ઘરમાં બધાએ મજૂરી કરી પૈસા ભેગા કર્યા અને ત્યારે તેને 3200 રૂપિયાનો સેકન્ડ હેન્ડ ફોન અપાવી શક્યા. તેઓએ જણાવ્યું કે પવનને પોતાનું પ્રાથમિક શિક્ષણ નૈનિતાલમાં લીધુ. ત્યાર બાદ 9 થી 12નો અભ્યાસ બુલંદશહેરના બુકલાનામાં આવેલી નવોદય વિદ્યાલયમાં થયો. ત્યાર બાદ અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી જિયોગ્રાફી, પોલિટિકલમાં ગ્રેજ્યુએશન કર્યુ. બાદમાં તેણે મુખર્જી નગરમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાં તૈયારી શરૂ કરી. બે વર્ષ કોચિંગ બાદ વધુ પડતો સમય તેણે પોતાના રૂમમાં રહી સેલ્ફ સ્ટડી કરી. પવનની ઉંમર હાલ 24 વર્ષની છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ત્રીજા પ્રયત્ને મળી સફળતા

પિતા મુકેશ કુમારે જણાવ્યું કે પવનને ત્રીજા પ્રયત્ને સફળતા મળી છે. આ સફળતામાં તેઓને માતા પિતા અને ભાઈનો ઘણો સહિયોગ મળ્યો. પિતાનું કહેવું છે કે તેઓને દીકરાની સફળતા પર ગર્વ છે. પવનના પિતા મુકેશ કુમાર ખેડુત છે. તેની માં ગૃહિણી છે. પવનને ત્રણ બહેનો છે. સૌથી મોટી ગોલ્ડી બીએની પરીક્ષા પછી એક પ્રાઇવેટ સ્કુલમાં ભણાવે છે. બીજી બહેન સૃષ્ટિ જે હાલ બીએમાં અભ્યાસ કરે છે. સૌથી નાની બહેન સોનિયા ધોરણ 12માં અભ્યાસ કરે છે.