Premanandi Ji Maharaj Big News : મથુરા-વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજના દર્શન હવે રાત્રિ સમયે નહિ થઈ શકે. ભક્તો હવે માત્ર એકાંતિક દર્શનનો લાભ મેળવી શકશે. આશ્રમ મેનેજમેન્ટે વધતી ભીડ અને મહારાજના સ્વાસ્થ્યને ટાંકીને આ નિર્ણય લીધો છે. શ્રી હિત રાધા કેલી કુંજ પરિકર દ્વારા જાહેર કરાયેલા સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણય અનિશ્ચિત સમય માટે લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોંગ્રેસની વિકેટ ખડી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું
સંત પ્રેમાનંદ મહારાજ (Premanandi Ji Maharaj)ના સોશિયલ મીડિયા પેજ પર જાહેર કરાયેલા સંદેશમાં લખ્યું છે કે, આપ સૌને જાણ કરવામાં આવે છે કે પૂજ્ય મહારાજજીના સ્વાસ્થ્ય અને વધતી ભીડને જોતા, પૂજ્ય મહારાજજી, જે પદયાત્રા કરતા રાત્રી 2.30 વાગ્યયાથી શ્રી હિત રાધા કેલ કુંજ જતા હતા, તેમાં બધાને દર્શન મળતા હતા. તે અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
હકીકતમાં, પ્રેમાનંદ મહારાજ રાત્રિના સમયે 2.30 વાગ્યે છટીકરા રોડ પર સ્થિત શ્રી કૃષ્ણ શરણમ્ સોસાયટીથી રમણરેતી વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમ શ્રભ્ હિત રાધા કેલી કૂંજ જતા હતા. આશરે 2 કિમીની આ પદયાત્રા દરમિયાન મહારાજની ઝલક મેળવવા હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક ડો. મોહનરાવ ભાગવત પણ કેટલાક દિવસો પહેલા પ્રેમાનંદ મહારાજના આશ્રમે પહોંચ્યા હતા. તેઓ પ્રેમાનંદજીના સત્સંગને સાંભળ્યો અને વાતચીક પણ કરી હતી. જ્યારે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી પણ પોતાની પત્ની અનુષ્કા સાથે વૃંદાવનમાં પ્રેમનંદ મહારાજના સત્સંગનો લાભ લઈ ચૂક્યા છે.