Taiwan Earthquake : તાઇવાન જોરદાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યુ છે. ઘણાં લોકો ઇમારતો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપના કારણે ઘણાં શહેરોમાં વિજળી સપ્લાઇ બંધ થઈ ગઈ છે. તાઇવાન, જાપાન અને ફિલિપાઇન્સમાં સુનામીને લઇ એલર્ટ જાહેર કરાયું છે. જો કે, ભૂકંપમાં હજી સુધી કોઈ જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો – 3 April 2024 : જાણો, આજનું રાશિફળ
Taiwan Earthquake : તાઇવાનની રાજધાની તાઇપે બુધવારે ભૂકંપના જોરદાર આંચકાઓથી ધ્રુજી ઉઠ્યુ છે. ભૂકંપના કારણે ઇમારતો ધરાશાયી થઇ છે. ભૂકંપના કારણે તાઇવાનમાં ભારે નુકસાન થયાનું સામે આવ્યું છે. ભૂકંપને કારણે આખા દેશમાં ટ્રેન સેવાઓ રદ્દ કરી દેવામાં આવી છે. સોશિય મીડિયા પર ભૂકંપની તસવીરો અને વિડિયો વાયરલ થઈ રહ્યાં છે. એક વિડિયોમાં જોઈ શકાય છે કે એક પાંચ માળની ઇમારત ત્રાંસી થઈ ગઈ છે.
તાઇવાનમાં સ્કુલો અને સરકારી કાર્યાલયોમાં કામકાજ બંધ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ભૂકંપના કારણે ઘણી ઐતિહાસિક ધરોહરને પણ નુકસાન પહોંચ્યુ છે. અહેવાલ અનુસાર, દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા બનેલી એક શાળાને પણ નુકસાન પહોંચ્યુ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જાપાનની સૌથી મોટી એરલાઇન્સ જાપાન એરલાઇન્સે ઓકિનાવા અને કાગોશિમા વિસ્તારમાંથી તમામ ફ્લાઇટ રદ્દ કરી છે. સાથે જ સુનામી સંભવિત વિસ્તારો તરફ જતી ફ્લાઇટને ડાઇવર્ડ કરવામાં આવી છે. ઓકિનાવાના નાહા એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે તમામ ફ્લાઇટ્સને ડાઇવર્ડ કરવામાં આવી છે.
તાઇવાનના ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના તહેનાત
તાઇવાનમાં આવેલા ભીષણ ભૂકંપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સેના તહેનાત કરવામાં આવશે. ઘણાં લોકો ધરાશાયી ઇમારતોમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચીનમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા
તાઇવાને આ ભૂકંપને છેલ્લા 25 વર્ષનો સૌથી ભયંકર ભૂકંપ ગણાવ્યો છે. અહેવાલ અનુસાર, તાઇવાનનો આ ભૂકંપ એટલો ભીષણ હતો કે તેના આંચકા ચીનના શાંઘાઇ સુધી અનુભવાયા હતા. ચીની મીડિયાનું કહેવું છે કે ભૂકંપના આંચકા ચીનના ફુઝુ, શિયામેન, ઝુઆનઝુ અને નિંગડેમાં પણ અનુભવાયા છે.
ભૂકંપના બાદ જાપાનમાં સુનામી એલર્ટ
તાઇવાનમાં ભૂકંપના આશરે 15 મિનિટ બાદ જાપાનના યોનાગુઈ ટાપુ પર આશરે એક ફૂટ ઊંચી સુનામીની લહેર જોવા મળી. જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાપાનનું કહેવું છે કે ઓકિનાવા વિસ્તારના આસપાસના કાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સુનામીના મોજા 3 મીટર સુધી ઊંચા ઉછળી શકે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જાપાનના પબ્લિક પ્રસારણ એનએચકેનું કહેવું છે કે જાપાનના 1-7 સુધીના ઇન્ટેન્સિટી સ્કેલમાં ભૂકંપની તીવ્રતા અપર 6 નોંધવામાં આવી છે. અપર 6 એટલે એવી સ્થિતિ જેમાં વ્યક્તિ ઉભો રહી શકતો નથી.
ફિલિપાઇન્સમાં સુનામીની ચેતવણી
ફિલિપાઇન્સે સુનામીની આશંકાને જોતા ચેતવણી જાહેર કરી છે. ફિલિપાઇન્સ સિસ્મોલોજી એજન્સીએ ઘણા કાંઠા વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે અને અહી રહેતા લોકોને ઊંચાઈવાળા વિસ્તારમાં ખસી જવાનું કહેવામાં આવ્યું છે.