Loksabha Election 2024 : એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સની રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. આઝાદ સમાજ પાર્ટીના નેતા અને નગીના લોકસભા બેઠકના ઉમેદવાર ચંદ્રશેખર પર સૌથી વધુ કેસ દાખલ છે.
આ પણ વાંચો – ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
Loksabha Election 2024 : ઉત્તર પ્રદેશની નગીના લોકસભા બેઠકના ઉમેદવાર ચંદ્રશેખર વિરુદ્ધ દેશમાં સૌથી વધુ કેસ દાખલ છે. આ દાવો એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
એડીઆર (ADR)ના રિપોર્ટ અનુસાર નગીના બેઠક પરથી આઝાદ સમાજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર આઝાદ (Chandrashekhar Azad) પર ઉર્ફ રાવણ (Ravan) પર દેશમાં સૌથી વધુ કેસ દાખલ છે. આઝાદ સમાજ પાર્ટી કાંશીરામના નેતા અને પ્રમુખ 36 વર્ષીય ચંદ્રશેખરની સંપતિ પણ લાખોમાં છે. તેની પાસે 39 લાખ 71 હાજર 581 રૂપિયાની સંપતિ છે.
આ આરોપોમાં કેસ દાખલ
નગીના લોકસભા બેઠક (Nagina Loksabha) પર પ્રથમ તબક્કા અંતર્ગત 19 એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ ચુંટણી માટે ભારતના ચુંટણી પંચે જે સોગંધનામુ જમા કરાવ્યું છે તે અનુસાર તેના પર કુલ 36 કેસ દાખલ છે. ભારતીય દંડ સહિતા (IPC)ની અલગ અલગ 167 કલમોમાં કેસ દાખલ કરવામાં આવ્યાં છે. જેમાંથી 78 કલમો ગંભીર કેસ માટે લગાવામાં આવી છે.
ચંદ્રશેખર પર સરકારી અધિકારીઓને તેના કામમાં બાધા નાખવા, તેમ જ તેને ઈજા પહોંચાડવા, હત્યાનો પ્રયાસ સંબંધિત, લૂંટની સજા સંબંધિત સહિત અન્ય ઘણાં કેસ દાખલ છે.
આ જિલ્લા અને રાજ્યોમાં દાખલ છે કેસ
ભીમ આર્મી ચીફ વિરુદ્ધ 36 કેસમાંથી 26 કેસ સહારપુરની અલગ અલગ અદાલતોમાં ચાલી રહ્યાં છે. જે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. આ સિવાય ગાઝિયાબાદમાં 1, દિલ્હીમાં 2, મુઝફ્ફરનગરમાં 2, લખનૌમાં 1, હાથરસમાં 1, અલીગઢમાં 2 અને નગીનામાં 1 કેસ નોંધાયેલ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જ્યારે, સહારનપુરના બીએસપી ઉમેદવાર માજિદ અલી દેશના કરોડપતિ ઉમેદવારોની યાદીમાં પાંચમા સ્થાને છે. કરોડપતિ ઉમેદવારોની વાત કરીએ તો BSP પ્રથમ સ્થાને છે, જેના સૌથી અમીર ઉમેદવારો પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે.