Firozabad Fire : ઉત્તર પ્રદેશ (Uttarpradesh)ના ફિરોજાબાદ (Firozabad)માં ઝૂંપડીમાં આગ લાગવાથી બે બાળકો જીવતા ભૂંજાયા હતા. જ્યારે પિતા અને પુત્રી ગંભીર રીતે દાઝ્યા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના જસરાના વિસ્તારના ખડિત ગામની હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : IND vs ASU T20: ઋતુરાજ ગાયકવાડ ઈતિહાસ રચવાથી માત્ર 19 રન દુર
મોડી રાત્રે બાહર બજાર વિસ્તારની એક ઝૂંપડીમાં પરિવાર સુતો હતો તે દરમિયાન ઝૂંપડીમાં આગ લાગી ગઈ હતી. જેમાં આખો પરિવાર આગની ઝપેટમાં આવી ગયો હતો. આ દૂર્ઘટનામાં 2 બાળકોના દાઝી જતા મોત થયા છે. દુર્ઘટના દરમિયાન ઝૂંપડીમાં સલિમ તેના 3 બાળકો અને પત્ની સાથે સુતો હતો. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
આગ એટલી ભયંકર હતી, કે તેમાં દોઢ વર્ષના અનિશ અને અઢી વર્ષની બાળકી રેશમાનું મોત થઈ ગયુ હતુ. જ્યારે પાંચ વર્ષની બાળકી સામના અને પિતા સલિમ આગની ઝપેટમાં આવી જતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. દુર્ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ બંનેને મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : IIT વિદ્યાર્થીઓને બખ્ખા, 1 કરોડથી વધુ પગાર આપવા કંપનીઓ તૈયાર
જે ઝૂંપડીમાં આગ લાગી તે ઘાસથી બનેલી હોવાનું સામે આવ્યું છે. રાત્રે સુતી વખતે આગની ઘટના ઘટી છે. જેમાં કોઈને પણ બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહોતો. પોલીસ અધિક્ષક કુમાર રણવિજય સિંહે કહ્યું કે, બંજારા વિસ્તાર પાસે ઝૂંપડીમાં આગની દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં બે બાળકોના મોત થઈ ગયા છે. જ્યારે બે લોકો સારવાર હેઠળ છે. ઘટાને લઈ પોલીસ તપાસ કરી રહી છે.