Covishield Side Effects : એસ્ટ્રાજેનેકાએ ચાલુ વર્ષે ફેબુઆરી મહિનામાં યુકે હાઇકોર્ટ સામે વેક્સિનના સાઇડ ઇફેક્ટ્સના આરોપોનો સ્વીકાર કર્યો છે. પરંતું સાથે જ કંપનીએ વેક્સિનના પક્ષમાં પોતાના તર્ક પણ રજૂ કર્યાં હતા. જણાવી દઈએ કે કંપની આ વેક્સિનને આખા વિશ્વામાં કોવિશીલ્ડ અને વેક્સજેવરિયા નામે વેચતી હતી.
આ પણ વાંચો – પતંજલીને મોટો ઝટકો, 14 પ્રોડક્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ
Covishield Side Effects : કોરોનાની દવા બનાવનાર બ્રિટનની ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાજેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું કે તેની કોવિડ 19 વેક્સીનની ગંભીર આડ અસર થઈ શકે છે. એસ્ટ્રાજેનેકાએ યુકે હાઇકોર્ટ સામે કબુલ્યુ કે કોવિડ 19 વેક્સીનથી થ્રોમ્બોસાઇટોપેનિયા સિંડ્રોમ જેવી આડ અસરો થઈ શકે છે.
થ્રોમ્બોસાઇટોપેનિયા સિંડ્રોમથી શરીરમાં લોહી ગાઠા જામવા લાગે છે અથવા શરીરમાંથી પ્લેટલેટ્સ ઝડપથી ઓછા થવા લાગે છે. શરીરમાં લોહીના ગાઠાથી બ્રેન સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધી જાય છે.
એસ્ટ્રોજેનેકાએ ચાલુ વર્ષે ફેબુઆરી મહિનામાં યુકે હાઇકોર્ટ સામે વેક્સિનના સાઇડ ઇફેક્ટ્સના આરોપોનો સ્વીકાર કર્યો છે. પરંતું સાથે જ કંપનીએ વેક્સિનના પક્ષમાં પોતાના તર્ક પણ રજૂ કર્યાં હતા. જણાવી દઈએ કે કંપની આ વેક્સિનને આખા વિશ્વામાં કોવિશીલ્ડ અને વેક્સજેવરિયા નામે વેચતી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
એસ્ટ્રાજેનેકાએ યુકે હાઇકોર્ટને શું કહ્યું?
એસ્ટ્રાજેનકા વિરુદ્ધ યુકેના જેમી સ્કોટ નામના વ્યક્તિએ કેસ દાખલ કરાવ્યો છે. સ્કોટનો દાવો છે કે કંપનીની કોરોના વેક્સિનના કારણે તે થ્રોમ્બોસાઇટોપેનિયા સિંડ્રોમની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. તે બ્રેન ડેમેજનો શિકાર બન્યા હતા. કંપનીની કોરોના વેક્સિન સામે ઘણાં લોકો કોર્ટમાં ગયા છે. આ લોકોનો આરોપ છે કે વેક્સિન લીધા બાદ તેઓને આડ અસરનો સામનો કરવો પડ્યો છે. આ લોકોએ વળતરની માગ કરી છે. એવામાં એસ્ટ્રાજેનેકાએ કોર્ટમાં વેક્સીનના સાઇડ ઇફેક્ટ્સ ને લઈ શું કહ્યું? તે જાણવું જરૂરી છે.
1) એસ્ટ્રાજેનેકાએ કોર્ટ સામે દાખલ લીગલ ડોક્યુમેન્ટમાં કહ્યું છે કે યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ સાથે મળીને તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સીનની આડ અસર થઈ શકે છે. આ સાઇડ ઇફેક્ટ્સ થ્રોમ્બોસાઇટોપેનિયા સિંન્ડ્રોમ જેવી હોઈ શકે. પરંતુ તે ખૂબ જ દુર્લભ છે.
2) એસ્ટ્રાજેનેકાએ કોર્ટને જણાવ્યું કે, એવુ નથી કે વેક્સીનની આડ અસરથી જ આ સમસ્યા થાય છે. જો કોરોનાની વેક્સીન ન લેવામાં આવે તો પણ થ્રોમ્બોસાઇટોપેનિયા સિંડ્રોમ થઈ શકે છે. તેથી વેક્સિન બાદ લોકો આ સિંન્ડોમનો ભોગ બન્યાં છે, એવું માનવું યોગ્ય નથી
3) કંપનીનું કહેવું છે કે ઘણા અભ્યાસોમાં આ વેક્સિનને કોરોના સામે ખૂબ જ કારગર ગણાવામાં આવી છે. એવામાં કોઈ પણ નિર્ણય પહેલા આ અભ્યાસો પર ધ્યાન આપવું જરૂરી છે.
4) કંપનીનું માનવું છે કે વેક્સિનના સાઇડ ઇફેક્ટ્સ ખૂબ જ દુર્લભ છે. કંપનીએ કહ્યું કે દર્દીની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકા છે. અમારી દવાઓ યોગ્ય માપદંડો પર ખરી ઉતરી છે.
5) કંપનીએ કોર્ટને કહ્યું કે, એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ અને દુનિયાભરમાં તેની સ્વીકાર્યતાથી જાણવા મળે છે કે મોટી સંખ્યામાં રસીકરણ અભિયાનથી લાભ થયો છે. જે વેક્સીના સંભવિત સાઇડ ઇફેક્ટ્સના જોખમને ઓછુ કરે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
6) કંપનીનું કહેવુ છે કે કોવિડ 19 મહામારી દરમિયાન વેક્સિનની મદદથી દુનિયામાં 60 લાખ લોકોનો જીવ બચાવામાં આવ્યો છે.
7) એસ્ટ્રાજેનેકાનું કહેવું છે કે વેક્સીન લગાવ્યા બાદ ઘણા પ્રકારની સમસ્યાઓનો દાવો કરતા લોકોની સ્થિતિથી ચિંતિત છીએ. પરંતું અમે હજુ પણ અમારા દાવા પર અડગ છીએ. રસીની આડઅસર અતિથી અતિ દુર્લભ કેસમાં જ સામે આવી શકે છે.
જણાવી દઈએ કે એસ્ટ્રાજેનકાએ સીરમ ઇસ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા સાથે મળીને ભારતના પુણેમાં કોવિશિલ્ડ રસી બનાવી હતી. કોરોના બાદ આખા દેશમાંથી અચાનક લોકોના મોત બાદ કોરોના વેક્સિન પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ હવે એસ્ટ્રાજેનેકાના આ કબૂલનામાં બાદ કોર્ટમાં આગળની કાર્યવાહીમાં શું વળાંક આવે છે તેના પર સૌની નજર રહેશે.