હવામાન અપડેટ : રાજ્યમાં પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather Update : છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કહીં ધૂપ તો કહીં છાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નવેમ્બરના અંતમાં પડેલી માવઠાની અસર હજુ જોવા મળી રહી છે.

Continue Reading

હવામાન વિભાગની આગાહીએ ફરી ખેડૂતોની ચિંતા વધારી

Gujarat Weather Update : હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના વાતાવરણને લઈ ફરી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી બાજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી (Rain) ઝાપટા પડી શકે છે.

Continue Reading

ગુજરાતમાં માવઠું બન્યું ઘાતક, વિજળીએ 4નો ભોગ લીધો

Gujarat Rain : ગુજરાતમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. જો કે રાજ્યમાં આ વખતે માવઠુ ઘાતક સાબિત થયું છે. અલગ અલગ વિસ્તારમાં વિજળી પડવાની ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે. અરવલ્લી, બોટાદ, સાબરકાંઠા અને અમરેલીમાં વિજળી પડવાની ઘટના સામે આવી છે.

Continue Reading

સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું કાશ્મીર, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ

Hail showers in Rajkot : ગુજરાતમાં ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘસવારી પહોંચી ગઈ હતી. જેના કારણે ખેડુતો ચિંતત બન્યાં છે. આજે વહેલી સવારે રાજકોટ અમદાવાદ હાઈવે પર વાતાવરણમાં પલટા સાથે કરા (Hail shower) પડવાનું શરૂ થઈ ગયું હતુ. જોતજોતામાં જમીન પર બરફ (Ice)ની ચાદર છવાઈ જતા સૌરાષ્ટ્રના પાટનગરમાં કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.

Continue Reading

Junagadh : ભારે પવન સાથે વરસાદે પરિક્રમાર્થીઓની પરીક્ષા કરી

Junagadh Parikrama : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું (Mavthu) થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

Continue Reading