Bihar : એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પરિવાર પર કર્યું અંધાધુંધ ફાયરિંગ

Bihar Crime News : બિહારના લખીસરાય (Lakhisarai) માં છઠ્ઠ પૂજા (Chhatha Pooja) દરમિયાન એક જ પરિવારના છ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. કબૈયા પોલીસ વિસ્તારની હદમાં બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં એક પરિવારના 6 લોકોને ગોળી લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે જ્યારે 4 લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે.

Continue Reading

પ્રેમી અને પત્નીને કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, અને પછી…

Rajkot News : બેસતા વર્ષે રાજકોટના જેતપુરમાં લગ્નેતર સંબંધને લઈ ખૂની ખેલ ખેલાઈ ગયો. જેતપુરના પેઢલા પાસે પત્નીને પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. આ મામલે જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે.

Continue Reading

Ahmedabad : ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી ‘ક્રાઇમ સ્ટોરી’

Ahmedabad : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. આ હત્યામાં સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કહ્યું, કે વર્ષો પહેલા એક શખ્સની હત્યા કરાઇ હતી. આ હત્યા વીમાના 80 લાખ રૂપિયા મેળવવા માટે કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું, કે આરોપીની ધરપકડ બાદ જેલ ભેગો કરી દીધો છે.

Continue Reading