Syrup Kand :ગુજરાતના કથિત લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિની તબિયત લથડતા આંખે દેખાવાનું બંધ થયું છે. બિલોદરાના વ્યક્તિની તબિયત લથડતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ખેડાના સિરપ કાંડ (Syrup Kand)માં 5 લોકોના મોત થતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. જેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તેમજ જે લોકોએ નશાકારક સિરપ લીધુ હતુ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : વિશ્વ એઈડ્સ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
શું હતો સમગ્ર મામલો
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા બિલોદરા ગામે શંકાસ્પદ સિરપ પીવાથી 5 લોકોના મોત થયા હતા. પાંચ લોકોના શંકાસ્પદ મોત મામલે પોલીસ આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. તપાસ બાદ સામે આવ્યું કે મૃતકોમાંથી 3 લોકોએ આયુર્વેદિક સિરપ પીધુ હતુ. જેના લીધી તેઓના મોત નીપજ્યાં છે. જો કે હજુ 2 લોકોના મોત શંકાસ્પદ છે. 5 લોકોના અકુદરતી મોત થતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને આયુર્વેદિક કફ સિરપનું વેચાણ અને સપ્લાય કરનાર 3 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
બીજી બાજુ પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ તેજ કરી છે. દુકાનેથી આયુર્વેદિક કફ સિરપ લેનાર લોકોનું લિસ્ટ બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે. 5 લોકોના શંકાસ્પદ મોત થયા બાદ વધુ એક બિલોદરાના વ્યક્તિને અસર વર્તાઈ છે. જેમાં દર્દીને ઉલટી થયા બાદ આંખે દેખાવાનું બંધ થઈ ગયુ હતુ. ત્યાર બાદ તેને નડિયાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં ત્યાંથી અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ 2 વ્યક્તિઓ પહેલીથી જ અમાદવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેની હાલત હાલ ગંભીર છે.