Surat : સચિન GIDC વિસ્તારમાં ભંયકર વિસ્ફોટ, 20 મજુરો દાઝ્યા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Surat Sachin GIDC Fire : સુરતના સચિન જીઆઈડીસી (Sachin GIDC) વિસ્તારમાં ગત મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ આગ (Fire)માં 20 કામદારો દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : જાણો, 29 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગતા કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં ભારે વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 20 કામદારો ઝપેટ આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આગ પર કાબુ મેળવવાનો અને કામદારોને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો. તમામ કામદારોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખેસડવામાં આવ્યા હતા. જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

સ્ટોરેજ ટેન્કમાં થયો ભીષણ વિસ્ફોટ

સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર 6 પર આવેલી એથલ કેમિકલ કંપનીમાં મોડી રાત્રે 2 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. કંપનીમાં આગ લાગતા કેમિકલ કંપનીના સ્ટોરેજ ટેન્કમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેમાં 20 કામદારો દાઝી ગયા હતા. આ અંગે માહિતી મળતા મજુરા, વેસુ, ભેસ્તાન સહિતના ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ ભારે જહેમતબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. દાઝેલા તમામ કામદોરેનું રેસ્ક્યુ કરી તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં 3 કામદારોની હાલત ગંભીર હોવાનુ જણાવાય રહ્યું છે.

આ પણ જુઓ : જાણો, રેસ્ક્યુ ઓપરેશનના હીરો ‘આર્નોલ્ડ ડિક્સ’ કોણ છે?

પોલીસ અધિકારીએ વધુ વિગત આપતા જણાવ્યું હતુ, કે આ દુર્ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામદારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. તેમ આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં હતા.