Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજી (Dhoraji) તાલુકાના મૂળ પાટણવાવ (Patanvav) ગામના રૂદ્ર પેથાણી (Rudra Pethani)એ તાજેતરમાં તા. 01થી 08 ડીસેમ્બર સુધી બેંગકોક, થાઇલેન્ડ (Thailand) ખાતે યોજાયેલ 20મી ઇન્ટરનેશનલ જૂનિયર સાયન્સ ઓલમ્પિયાડ (International Junior Science Olympiad)માં ગોલ્ડ મેડલ જીતી ભારતનો ડંકો (Gold medal to India) વગાડ્યો છે. આ સ્પર્ધામાં ભારતને 05 ગોલ્ડ મેડલ અને 01 સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ ઓલમ્પિયાડ માટે ભારતમાંથી 06 વિદ્યાર્થીઓનું સિલેકશન થયું હતું, જેમાં રૂદ્રને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતાં પરિવારમાં ખુશી છવાઈ છે.
આ તકે પાટણવાવ ગામના સરપંચ પ્રવિણ પેથાણીએ રૂદ્રને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આ ખુશીની ક્ષણ પેથાણી પરીવાર તથા ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. રૂદ્રએ તેના પિતા ડો. કૌશિક પેથાણી તથા માતા ડો. હીના પેથાણી અને સમગ્ર પરિવારની સાથે સાથે પાટણવાવ, ગુજરાત અને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉલ્લેખનિય છે કે, હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન (HBCSE) ઓલિમ્પિયાડ કાર્યક્રમ માટે દેશનું નોડલ કેન્દ્ર છે, જે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા માટે 13થી 15 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓની ભારતીય ટીમ પસંદગી કરી તાલીમ આપે છે. આ સ્પર્ધામાં જુદા જુદા 54 દેશોમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: ધારાસભ્ય ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને અંજારના સંઘડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.