Rohan Gupta Resignation : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા આંચકાઓ મળી રહ્યાં છે. ત્યારે આજે પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. જી હા કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ પોતાના પદેથી રાજીનામું ધરી દીધુ છે.
આ પણ વાંચો – જાણો, ઓનલાઇન ગેમિંગને લઈ ભારતમાં શું છે નિયમો? થઈ શકે છે જેલ
Rohan Gupta Resignation : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા આંચકાઓ મળી રહ્યાં છે. ત્યારે આજે પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. જી હા, કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધુ છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાને ઉમેદવાર જાહેર કર્યાં હતા. જો કે ત્યાર બાદ રોહન ગુપ્તાએ વ્યક્તિગત કારણ આપી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારથી જ રોહન ગુપ્તા પાર્ટીથી નારાજ હોવાની અટકળો લગાવામાં આવી રહી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અગાઉ રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. જો કે તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. રોહન ગુપ્તાએ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડેગેને પત્ર લખી રાજીનામું આપ્યું છે. જણાવી દીઈએ કે આ પહેલા પણ ઘણાં કોંગ્રેસના નેતાઓ પાર્ટીનો સાથ છોડી ચૂક્યા છે. ત્યારે આજે કોંગ્રેસના ડુબતા વાહણમાંથી વધુ એક નેતા કૂદી ગયો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
નોંધનીય છે, કે બે દિવસ અગાઉ તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકસભા ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચતા લખ્યું હતુ કે, “મારા પિતાના કથળેલા સ્વાસ્થ્યને કારણે હું પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારુ નામ પાછુ ખેંચુ છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.”