કેન્દ્રીય માર્ગ પરિવહન ધોરીમાર્ગ વિભાગે આગામી ત્રણ ચાર મહિનામાં દેશભરમાં માર્ગ અકસ્માતના પીડિતોની કેશલેસ (મફત) સારવાર માટે યોજના બનાવી રહ્યું છે.
આ પણ વાંચો : આવી હાઇટેક ચોરી ક્યારેય નહિ જોય હોય, પળવારમાં કરોડોની કાર ગાયબ
માર્ગ અકસ્માતમાં થનારા મોત પર કાબૂ મેળવવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. આખા દેશમાં જે રીતે રોડનું નેટવર્ક ફેલાયેલુ છે, તેને લઈ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. પરંતુ હવે માર્ગ અકસ્માતમાં પીડિતોને સારવાર માટે કેશલેસ સારવારની વ્યવસ્થા શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેથી લોકોના જીવ બચાવી શકાય.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય આગામી 3થી 4 મહિનામાં દેશભરમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ સારવાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના નવા સંશોધિત મોટર વ્હિકલ એક્ટ 2019નો ભાગ છે. જો કે, કેટલાક રાજ્યો પહેલાથી જ કેશલેસ સારવારની યોજના લાગુ કરી ચૂક્યા છે. પરંતુ આ અપડેટ પછી આખા દેશમાં આ યોજના સમાન રીતે લાગુ થશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
દિલ્હીમાં આયોજિત 3 દિવસીય ગ્લોબલ રોડ સેફ્ટી ઈનિશિએટિવમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેનું આયોજન ઈન્સ્ટિટ્યુટ ઓફ રોડ ટ્રાફિક એજ્યુકેશન (IRTE)એ MoRTHની સાથે સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતુ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને કહ્યું કે, કેશલેસ સારવારને મોટર વ્હિકલ એક્ટ દ્વારા વ્યાખ્યાયિત ગોલ્ડન અવર્સ રોડ એક્સિડેન્ટ પીડિતો માટે વિસ્તારવામાં આવશે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા લાખનો વાપરે છે ફોન એક તસવીરે ખોલ્યુ કિંમતનું રહસ્ય
તેઓએ કહ્યું કે, ભારતમાં માર્ગ અકસ્માતમાં મોતની સંખ્યા દુનિયામાં સૌથી વધારે છે. વર્ષ 2030 સુધી દુર્ઘટનાઓને 50 ટકા સુધી ઓછી કરવા માટે મંત્રાલયએ માર્ગ સુરક્ષા માટે બહુઆયામી (5E) યોજના તૈયાર કરી છે. હકીકતમાં આ 5Eથી તેઓનો અર્થ એજ્યુકેશન, એન્જિનીયરિંગ (વાહનો માટે), ઈન્ફોર્સમેન્ટ અને ઈમરજન્સી કેર સાથે છે. જેમાં એન્જિનીયરિંગ હેઠળ માર્ગ સુરક્ષાને વધુ સારી બનાવવામાં આવશે.