Resignation of AAP leaders : લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને બે બેવડો ઝટકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આમ આદમી પાર્ટીના બે પાટિદાર નેતાઓએ AAPમાંથી રાજીનામું આપી દેતા પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે.
આ પણ વાંચો – 11 મહિનાનો જ કેમ હોય છે ભાડા કરાર? જાણો શું છે કારણ
Resignation of AAP leaders : લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને બે બેવડો ઝટકો લાગ્યો છે. દક્ષિણ ગુજરાતના આમ આદમી પાર્ટીના બે પાટિદાર નેતાઓએ AAPમાંથી રાજીનામું આપી દેતા પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. જી હા સુરતમાં મોટો નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ એક સાથે રાજીનામું ધરી દેતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. અલ્પેશ કથિરિયા પાટિદાર આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યાં હતા અને હાર્દિક પટેલના નજીકના સાથીદાર માનવામાં આવતા હતા. આજે આ બંને નેતાઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી રાજીનામું આપી દીધું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલા એક સાથે બે નેતાઓના રાજીનામાંથી આમ આદમી પાર્ટીને બેવડો માર પડ્યો છે. ત્યારે રાજીનામા બાદ બંનેની આગળની રણનીતિ શું રહેશે તેને લઈ કોઈ સ્પષ્ટતા કરી નથી. અલ્પેશ પટેલે રાજીનામુ આપવા પાછળનું કારણ સામાજિક કાર્યો કરવાનું આપ્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અલ્પેશ કથિરિયા 2022ની વિધાનસભામાં સુરતની વરછા બેઠકમાંથી ચુંટણી મેદાને ઉતર્યા હતા. જો કે તેઓએ ભાજપના કુમાર કાનાણી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ સામે વિધાનસભા ચૂંટણીમાં હાર્યા હતા. જો કે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ કઈ પાર્ટી સાથે જોડાશે તેને લઈ કોઈ સ્પષ્ટતા કરી નથી.