Fire in Aaurangabad : વર્તમાન સમયમાં ઈવી વાહનોનું ચણલ વધ્યુ છે. પરંતુ ક્યારેક ઇલેક્ટ્રિક વાહનો મોતનું કારણ પણ બની જાય છે. આવી જ દુખદ ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી રહી છે.
આ પણ વાંચો – 15 એપ્રિલ સુધીમાં એરટેલ, જિયો અને Viની આ સર્વિસ થશે બંધ
Fire in Aaurangabad : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ના છાણી વિસ્તારમાં બુધવારે એક દુર્ઘટના સર્જાઈ છે. દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે. આ ઘટના બુધવાર સવારે 3 થી 4 વાગ્યાની છે. જણાવામાં આવી રહ્યું છે કે એક બેટરીવાળી રિક્ષા ચાર્જ થઈ રહી હતી. તે દરમિયાન બ્લાસ્ટ થતા દુકાનમાં ભયંકર આગ લાગી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કપડાની દુકાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. જેમાં દાઝી જતા બે લોકોના મોત થયા છે. જ્યારે આગના ધુમાડાથી ગુંગળામણના કારણે 5 લોકોના મોત થયા છે. આમ એક જ પરિવારના 7 લોકો મોતને ભેટ્યા છે.
મૃતકોની ઓળખ આસિમ વસીમ શેખ, પરી વસીમ શેખ, વસીમ શેખ (30 વર્ષ), તન્વી વસીમ (23 વર્ષ), હમીદા બેગમ (50 વર્ષ), શેખ સોહેલ (35 વર્ષ) અને રેશમા શેખ (22 વર્ષ) તરીકે થઈ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો
આ ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, છત્રપતિ સંભાજીનગરના છાણી વિસ્તારમાં એક કપડાની દુકાનમાં આગ લાગી હતી. આગની આ ઘટનામાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓ અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. બુધવારે સવારે 4 વાગે કપડાની દુકાનમાં લાગેલી આગથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગ બીજા માળે પહોંચે તે પહેલા જ ઓલવાઈ ગઈ હતી. ઔરંગાબાદ પોલીસ કમિશનર મનોજ લોહિયાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે 2 લોકોના મોત દાઝી જવાથી થયા હતા અને બાકીના 5 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા. તેમણે એમ પણ કહ્યું કે આગની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.