Bihar Politics : નિતિશ કુમારની પાર્ટી જેડીયુ એ આરજેડી સાથે પોતાનું ગઠબંધન તોડી નાંખ્યુ છે. જેડીયુ અધ્યક્ષ નિતિશ કુમાર એનડીએ સાથે જોડાઈ ગયા છે.
આ પણ વાંચો : સંસ્કારી નગરીમાં અસંસ્કારિતાની પરાકાષ્ટા, નિર્વસ્ત્ર થઈ ચાર મહિલાઓ
Bihar Politics : બિહારના રાજકારણમાં ઉથલપાથલ બાદ જેડીયુ (JDU) અધ્યક્ષ નિતિશ કુમારે (Nitish Kumar) રવિવારે નવમી વખત મુખ્યમંત્રીના પદે શપથ ગ્રહણ કર્યા હતા. નિતિશ કુમારની મહાગઠબંધનની સરાકારના મુખ્યમંત્રી (CM) તરીકે રાજીનામું આપ્યાં બાદ એનડીએનો (NDA) હાથ ઝાલ્યો છે. નિતિશ કુમારે દાવો કર્યો છે કે વિપક્ષ ગઠબંધન INDIAમાં સ્થિતિ બરાબર નથી. ત્યારે હવે નિતિશના NDA ગમનને લઈ જગદગુરુ રામભદ્રાચાર્યએ (Rambhadracharya) કહ્યું કે જે પણ થાય છે તે સારા માટે થાય છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
NDA સાથે જોડાણ બાદ નિતિશ કુમારે બિહારના સીએમ પદે શપથ ગ્રહણ કરવા પર રામભદ્રાચાર્યએ કહ્યું કે, “જે પણ થાય છે તે સારા માટે થાય છે. રાજકારણમાં આવું થતું રહે છે. નિતિશ કુમારને ત્યા સન્માન નહોતુ મળતુ.” તેઓએ કહ્યું કે “જ્યારે રાવણનો ભાઇ વિભિષણ રામના શરણોમાં આવી શકે છે તો નિતિશ કુમાર આવવાથી શુ ફેર પડે. નિતિશ પલટુરામ તો છે જ પણ આ રીતે યોગ્ય રીતે પલટી મારી છે. હવે તે ભગવાન શ્રીરામના ચરણોમાં પલટ્યા છે.”
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભાજપ સાથે ગઠબંધન કર્યાં બાદ નિતિશ કુમારે દાવો કર્યો કે હવે એનડીએ છોડીને જવાનો સવાલ જ નથી. તેઓએ બિહારની મહાગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યા બાદ વિપક્ષ ગઠબંધન INDIAમાં સ્થિતિ યોગ્ય ન હોવાનો દાવો કર્યો હતો. મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ નિતિશ કુમારે કહ્યું કે આ સ્થિતિ એટલે આવી કેમ કે કંઈ ઠીક ચાલી રહ્યું નહોતુ. હું બધા પાસેથી અભિપ્રાય લઈ રહ્યો હતો. મે તે તમામની વાત સાંભળી.