Jagdish, Khabri Media Gujarat, Amreli : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ગુમ થયેલા બે બાળકોની તળાવમાંથી લાશ મળી આવતા સમગ્ર પંથમાં ચકચાર મચી જવા પામી છે. બંને બાળકોની તળાવામાં લાશ જોઈ પરિવાર તેમજ ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
આ પણ વાંચો : Iscon Bridge Accident : પ્રજ્ઞેશ પટેલને મળ્યાં શરતી જામીન
રાજુલા તાલુકાના મોરંગી ગામે બે ભાઈઓ ગુમ થયા બાદ તળાવમાંથી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. એક જ પરિવારના બે બાળકો ગુમ થતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે આખી રાત શોધખોળને અંતે સવારે ગામ નજીકના તળાવમાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તળવામાં બાળકોના મૃતદેહ જોતા પરિવારજનો અને ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી અને બંને બાળકોની લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. બંને બાળકોને બહાર કાઢતા તેઓના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતાં જેને લઈ પોલીસે શંકાસ્પદ મોતને પગલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
મળતી માહિતી અનુસાર રાજુલાના મોરંગી ગામે 31 ઓક્ટોબરના રોજ સાંજે બે બાળકો અચાનક ગુમ થઈ ગયા હતા. ગામમાં રહેતા વિજયભાઈ મકવાણાના બે પુત્રો સાંજે રમવાનું કહી ઘરની બહાર નીકળી ગયા હતા. પરતું મોડી રાત સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે બંને બાળકો ન મળતા પરિવારે ડુંગર પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતા પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આખી રાત શોધખોળને અંતે આખરે સવારે ગામની નજીકના તળાવમાંથી બાળકોના મૃત દેહો મળી આવ્યા હતા. મૃતકમાં કૃણાલ વિજયભાઈ મકવાણા ઉંમર 6 વર્ષ અને મિત વિજયભાઈ મકવાણા ઉંમર 10 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : શ્રેયસ અય્યરને બદલે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં શા માટે ભાગ લેવો જોઈએ?
બંને ભાઈના મૃતદેહ તળવામાંથી મળતા તેઓને બહાર કાઢવામાં આવ્યાં હતા અને રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બાળકોના શરીર પર ઈજાના નિશાન જોતા પરિવારે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ડુંગર પોલીસે બંનેના મૃતદેહની વધુ તપાસ માટે ભાવનગર મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ બંને બાળકોના તળાવમાં ડુબી જવાથી મોત થયાનું માનવામાં આવે છે. જો કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ બંને ભાઈના મોતનું સાચું કારણ બહાર આવશે. હાલ DYSP, LCB, SOG સહિત પોલીસ અધિકારીઓએ અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ શરૂ કરી છે.