Ram Mandir Pran Pratishtha: રાજકોટ શહેર જાણે રાજકોટ નહીં પણ રામનગરી અયોધ્યા બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ રાજકોટના લોકો ભગવાન શ્રી રામની આરાધના કરી રહ્યા છે અને રાજમાર્ગો પરની દીવાલો જાણે રામના રંગે રંગાઈ છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભગવાન શ્રી રામનું ચિત્ર તૈયાર કરનાર ચિત્રકારનું કહેવું છે કે તે તેમના માટે ખૂબ જ આનંદની વાત છે કે તેઓ ભગવાન શ્રી રામનું વિશાળ ચિત્ર તૈયાર કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ તેમણે રાજકોટ શહેરના રાજમાર્ગો પર ભગવાન શ્રી રામની વિશાળ તસવીર તૈયાર કરી હતી. જે રાજકોટના લોકોને તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓને ખૂબ જ ગમ્યું હતું, તેથી આ જ ચિત્રકાર દ્વારા વધુ એક ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ પણ વાંચો: રાજકોટમાં ઉજવાયો દિવ્યાંગ પતંગ મહોત્સવ – 2024, 1000થી વધુ દિવ્યાંગોએ લીધો ભાગ
રાજકોટ શહેરના મહિલા અન્ડર બ્રિજ ઉપરાંત રેસકોર્સ રીંગ રોડ પર પણ ભગવાન શ્રી રામની વિશાળ તસવીર તૈયાર કરવામાં આવી છે. તો બીજી જગ્યાએ પણ ભગવાન શ્રી રામની તસવીરો તૈયાર કરવામાં આવી છે. આ રીતે જોઈએ તો રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન શ્રી રામના ચિત્રો જોઈ શકાય છે. સદીઓની રાહ બાદ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું છે અને હવે જ્યારે અભિષેક થવાનો છે ત્યારે રાજકોટવાસીઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.