Rajkot: ભારતમાં કોવિડ-19 (Covid-19) કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિયન્ટના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાજેતરમાં રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત નજર રાખવા વિનંતી કરવામાં આવી હતી. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા કોવિડ-19થી બચવા અને તેને ફેલાતો રોકવા માટે એડવાઈઝરી બહાર પાડી છે ત્યારે ચાલો જાણીએ કોવિડ-19ને ફેલાતો રોકવાના ઉપાયો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
કોવિડ-19 શું છે?
કોવિડ-19 (Covid-19) એક બીમારી છે જે કોરોનાવાઇરસ SARS-CoV-2ના કારણે થાય છે. તે તમારા ફેફસા, શ્વસનમાર્ગ અને અન્ય અંગોને અસર કરે છે. આમાં સામાન્ય શરદી, ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ (SARS) અને મીડલ ઇસ્ટ શ્વસન સિન્ડ્રોમ (MERS) સામેલ છે. આ વાઇરસ માણસમાં આવ્યો તે પછી સમય જતા તેના વિવિધ રૂપો બદલાયા છે. તેમાંથી કેટલાક મ્યૂટેશન એટલે કે ડેલ્ટા વેરિઅન્ટ, એમીક્રોન છે. JN.1 વેરીએન્ટ એ એમીક્રોન વાયરસનો જ એક પ્રકાર છે. જે અસલ વાઇરસ કરતાં વધુ સરળતાથી ફેલાય છે અને વધારે ગંભીર બીમારી ઊભી કરે છે. JN.1 વેરીએન્ટમાં પણ બીજા વેરીએન્ટની જેમ કોવીડ-19ના લક્ષણો જોવા મળે છે.
કોવિડ-19ના લક્ષણો
નવી અથવા વધુ ને વધુ થતી જતી ઉધરસ, તાવ, શ્વાસ ચડવો, ગળું છોલાવું, છીંક આવવી અને નાક વહેવું, ટૂંકાગાળા માટે સુંઘવા અને સ્વાદ પારખવાની સંવેદના જતી રહેવી, ઝાડા, માથુ દુખવું, સ્નાયુઓમાં દુ:ખાવો અથવા શરીર દુખવું, ઉબકા, ઉલટી, અસ્વસ્થતા–અસ્વસ્થ હોવાની સામાન્ય લાગણી, બીમારી અથવા થોડી પ્રતિકૂળતા લાગવી, છાતીમાં દુ:ખાવો, પેટમાં દુ:ખાવો, સાંધામાં દુઃખાવો થવો, મુંઝવણ અને ચીડિયાપણું વગેરે કોવીડ-19ના લક્ષણો છે. કોવીડ-19ની સારવાર JN.1 વેરીએન્ટમાં અસરકારક છે તેમજ RTPCR ટેસ્ટીંગ દ્વારા ડીટેક્ટ થઇ શકે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કોવિડ-19 કેવી રીતે ફેલાય છે?
કોવિડ-19 (Covid-19) સામાન્યપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ શ્વાસ લે, ઉધરસ ખાય, છીંક ખાય અથવા ગાય ત્યારે વાઇરસ ધરાવતા કણો તેમનામાંથી અન્ય લોકો પર ફેલાઇ શકે છે.
એવા બંધ સ્થળો કે જ્યાં હવાની સારી અવરજવર ના હોય
એવી જગ્યાઓ કે જ્યાં ઘણાં લોકો એકબીજાની નજીકમાં હોય
નજીકમાં સંપર્કમાં આવે તેવી રીતે બેસવું જેમ કે વાર્તાલાપ, ગાવા અથવા બોલવા માટે બેસવાની વ્યવસ્થા એકબીજાની નજીકમાં હોય.
કેવી રીતે તમારી અને અન્ય લોકોની સુરક્ષા કરવી ?
આ સરળ પગલાં વાઇરસનો ફેલાવો ધીમો કરી શકે છે અને તમને, તમારા પરિવારજનોને અને સમુદાયને કોવિડ-19 સામે રક્ષણ આપી શકે છે.
જયારે બહાર જાવ ત્યારે માસ્ક પહેરવું.
જો શરદી, તાવ અથવા કોવિડ-19ના લક્ષણો હોય તો ઘરે જ રહો અને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટીંગ કરાવવું.
કોવીડ-૧૯ વેક્સીનેશન રોગ અટકાવવા માટે ખુબ જ મહત્વનું છે.
છીંક આવે ત્યારે મો પર રૂમાલ રાખવો અથવા કોણી પર મોં રાખીને છીંક અથવા ઉધરસ ખાઓ.
એક-બીજાના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24માં ભાગ લેવાની ઉમદ્દા તક, આ રીતે કરો અરજી
નિયમિત તમારા હાથ ધુઓ અને સુકા કરો.
વૃદ્ધ, બાળકો, સગર્ભા માતાઓ તેમજ બીમાર વ્યક્તિઓએ ઘરથી બહાર જવાનું ટાળવું જોઈએ.
તમામ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-રસીકરણ અને કોવીડએપ્રોપ્રીએટ બિહેવિયરના સિધ્ધાંતથી આ રોગના દર્દીઓને શોધીને સારવાર કરવામાં આવે છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.