Rajkot: રાજકોટ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વિકાસના વિવિધ આયામોમાં સતત પ્રગતિ સાથે લોકવિકાસની આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજકોટ વહીવટીતંત્ર ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચો: ચાલો જાણીએ દેશના 50માં CJI ડી.વાય. ચંદ્રચુડ વિષે
કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા બિનખેતી અંગે હકારાત્મક અભિગમ સાથે રાજય કક્ષાએ ઉત્તમ કામગીરી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2022માં બિનખેતીની થયેલ અરજીઓ પૈકી 68 લાખ 18 હજાર 600 ચો.મી.જમીનને બીન ખેતીની પરવાનગી આપવામાં આવી હતી.
વર્ષ 2023માં એક કરોડ ચોમીથી વધુ જમીનને બિનખેતીની પરવાનગી અપાઈ
જયારે વર્ષ 2023માં 1 કરોડ 2 લાખ 31 હજાર 600 ચો.મી જેટલી જમીનને બિનખેતીની પરવાનગી આપવામાં આવી છે. જે જમીનના ક્ષેત્રફળને બિનખેતી ઉપયોગની પરવાનગી આપવામાં વર્ષ 2022ની સાપેક્ષમાં 1.5 ગણી વધારે છે.
રાજકોટ કલેકટર કચેરીની પ્રોત્સાહક કામગીરી
રાજકોટ કલેકટર કચેરી દ્વારા પ્રોત્સાહક કામગીરી કરી જિલ્લામાં વર્ષ 2023માં બિનખેતી પરવાનગી મળવાની અરજીઓ પૈકી સૌથી વધુ 74.16% અરજીઓમાં હકારાત્મક અભિગમ દાખવી રાજકોટ વહીવટી તંત્ર દ્વારા તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પાંચમાં યુવક મહોત્સવનો થયો રંગારંગ પ્રારંભ
ગત વર્ષની સાપેક્ષ આ વર્ષે પરવાનગી હેઠળની અરજીઓની સંખ્યામાં 30%નો વધારો થયેલ છે. સરકારના iORA પોર્ટલના ગ્રુપ-1 ના મોટા જિલ્લાઓમાં છેલ્લા ત્રણ માસ (ઓકટોબર- 2023થી ડિસેમ્બર-2023) દરમ્યાનમાં બિનખેતીની અરજીઓના હકારાત્મક નિકાલમાં રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે રહેલ છે, તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોષીની યાદીમાં જણાવાયું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.