કેરળના તિરુવનંતપુરમમાં યુથ કોંગ્રેસ (Congress)ના કાર્યકરો પર પોલીસની કથિત કાર્યવાહીનો વિરોધ કરી રહેલા પક્ષના કાર્યકરોને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

Kerala: કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ

ખબરી ગુજરાત રાજકારણ
Spread the love

Kerala: કેરળના તિરુવનંતપુરમમાં યુથ કોંગ્રેસ (Congress)ના કાર્યકરો પર પોલીસની કથિત કાર્યવાહીનો વિરોધ કરી રહેલા પક્ષના કાર્યકરોને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સુધાકરન અને અન્ય નેતાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે 18 ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કેરળના તિરુવનંતપુરમમાં યુથ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસની કથિત કાર્યવાહીનો વિરોધ કરી રહેલા પક્ષના કાર્યકરોને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો. જેના કારણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુધાકરન અને અન્ય નેતાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શું છે સમગ્ર મામલો?

આ ઘટના રાજ્યના પોલીસ હેડક્વાર્ટરની સામે બની હતી જ્યારે કોંગ્રેસના કાર્યકરો મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે પોલીસ કાર્યવાહી કરવા અને CPI(M) કેડરોને છૂટોદોર આપવાને લઈને વિરોધ કરી રહ્યા હતા.

ટીયર ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા સુધાકરને કહ્યું કે આવું કૃત્ય પહેલાં ક્યારેય બન્યું ન હતું. તેમણે કહ્યું કે મેં પ્રદર્શનકારીઓ સાથે મારી વાતચીત પૂરી કરી લીધી હતી. અને વિપક્ષી નેતા વીડી સતીસને બોલવાનું શરૂ કર્યું જ હતું ત્યારે અચાનક ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સુધાકરણે કહ્યું કે અમારામાંથી ઘણા અજાણતા ફસાઈ ગયા અનેઅમારામાંથી ઘણાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેમ એમણે કહ્યું હતું.

શશિ થરૂરે શું કહ્યું?

તે જ સમયે, વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહીને ઉગ્રવાદી પગલું ગણાવતા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે 18 ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. સામાન્ય રીતે જ્યારે નેતાઓ વિરોધ પ્રદર્શનમાં બોલે છે ત્યારે કોઈ પગલાં લેવાતા નથી. પોલીસ કાર્યવાહી થઈ ત્યારે બધું શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. મેં રાજ્યના પોલીસવડા સાથે વાત કરી અને તેમણે કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી અને તેઓ આ ઘટનાની તપાસ કરશે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, જાણો કોણ બન્યુ અધ્યક્ષ

કોંગ્રેસ સાંસદે આ ઘટના અંગે લોકસભાના અધ્યક્ષ સમક્ષ વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ધારાસભ્યો પણ આવું જ કરશે. જણાવી દઈએ કે ધારાસભ્ય ઓમાન ચાંડી, અનવર સદથ અને રાજ્યસભાના સભ્ય જેબી માથેર અને અન્ય ઘણા નેતાઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.