Housing E-Inauguration : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં ₹ 2,993 કરોડના ખર્ચથી નિર્માણ પામેલ કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુર્હૂત કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સંસદમાં રામ મંદિરની ચર્ચા દરમિયાન શું કહ્યું ઔવેસીએ..
Housing E-Inauguration : પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યા બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “મોદીએ સરકારી તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે. સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારો છે. મોદીની ગેરન્ટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે”, એવું તેમણે ઉમેર્યું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગરીબ, યુવાનો, અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે, એટલે તેમનું સશક્તીકરણ કરવું એ અમારી પ્રતિબદ્ધતા છે.
મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી
તેઓએ ગૃહ પ્રવેશ કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું પાક્કું ઘર હોય. આજે ગુજરાતમાં સવા લાખ કરતાં વધારે પરિવારોને પોતાનું ઘર મળ્યું છે, જે બતાવે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં 25 કરોડ લોકો ગરીબીને પરાસ્ત કરી ગરીબીમાંથી બહાર આવ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ચાલુ વર્ષે 2 કરોડ ઘર બનાવવાની જાહેરાત
વડાપ્રધાને કહ્યું કે આ વર્ષે કેન્દ્ર સરકારે બજેટમાં 2 કરોડ નવાં ઘરો બનાવવાની જાહેરાત કરી છે. પહેલાં ગરીબ આવાસ યોજનાના રૂપિયા ગરીબો સુધી પહોંચતા નહોતા. પરંતુ આજે તમામ રકમ લાભાર્થીના ખાતામાં સીધી જમા થાય છે અને લોકો ખુશી ખુશી પોતાના ઘરમાં પ્રવેશ કરે છે. અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાની યોજના વિશે વાત કરી તેમણે કહ્યું કે ગુજરાતે કૃષિ વિકાસની સાથે ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપી છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે અંબાજીમાં થઈ રહેલાં વિકાસકાર્યોથી આગામી સમયમાં ભક્તો અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. તેમજ અંબાજી-તારંગા રેલવે લાઇન બનતાં સમગ્ર વિસ્તારને ખૂબ ફાયદો થશે.