PM મોદીએ જાડેજાને કહ્યું – “કાં બાપુ… ઢીલો ન પડતો”

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

PM Modi Meet Team India : 2023નો વર્લ્ડ કપ (World cup 2023) ભલે ભારત હારી ગયું હોય, પરંતું સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમે (Indian Team) ડંકો વગાડ્યો છે. પહેલથી છેલ્લે સુધી દસ દસ મેચ જીતી ભારતીય ટીમે પોતાની કાબિલિયત સાબિત કરી બતાવી છે. હા એક વાતનો રંજ રહેશે ભારત વર્લ્ડકપથી એક કદમ દૂર રહી ગયું. જેની નિરાશા સ્પષ્ટ પણ દરેક ભારતીય ખેલાડી પર જોવા મળી હતી. જોકે વડાપ્રધાને (PM Narendra Modi) ડ્રેસિંગ રૂમમાં જઈ તમામ ખેલાડીઓને મનોબળ પૂરુ પાડ્યું હતુ. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : જાણો, 21 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

વર્લ્ડકપની ફાઈનલ હાર્યા બાદ કરોડો ભારતીયો અને ભારતીય ખેલાડીઓમાં નિરાશા જોવા મળી હતી. રોહિત શર્મા અને સિરાજ મેદાન પર જ ભાવુક થઈ ગયા હતા. રોહિત શર્માએ મેદાનમાં કેમેરા સામે પોતાના આંસુ રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ અંતે મેદાન બહાર જતા તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતા. ત્યારે પીએમ મોદી વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમની બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. તેમજ ખેલાડીઓ સાથે હાલચાલ પૂછી પીઠ થબથબાવી ટીમનો ઉત્સાહ ઉધાર્યો હતો.

આ પણ વાંચો : ટનલમાં ફસાયેલા 41 મજૂરોના ઈનસાઈડ ફૂટેજ આવ્યા સામે, જુઓ વિડિયો

પીએમ મોદીએ, રોહિત શર્મા અને કોહલીનો હાથ પકડી જુસ્સો વધારતા કહ્યું કે, “તમે 10 મેચ જિત્યા છો. થોડુ હસો ભાઈ દેશ તમને જોઈ રહ્યો છે, ટીમ ઈન્ડિયાએ ઘણું સારુ પ્રદર્શન કર્યું આવું તો ચાલ્યા કરે.” આ સાથે તેઓ અને ખેલાડીઓને મળ્યા હતા અને મનોબળ વધાર્યું હતુ.

રવિન્દ્ર જાડેજાને કહ્યું, “કાં બાપુ… ઢીલો ન પડતો”

જ્યારે પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા ત્યારે માહોલ ગમગીન હતો. રોહિત અને કોહલીને મળ્યા બાદ તેઓ રાહુલના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ જાડેજા પાસે જતાં ગુજરાતીમાં કહ્યું કે, “કાં બાપુ, ઢીલો ન પડતો”. તેઓએ જસપ્રિત બુમરાહ પાસે જઈને માહોલ થોડો હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો ને કહ્યું હતુ, કે “તને તો ગુજરાતી આવડે છે ને? તારુ તો અહીં ઘર છે.” જવાબમાં બુમરાહે કહ્યું કે થોડુ થોડુ… ત્યાર બાદ તમામ ખેલાડીઓ પર સ્મિત જોવા મળ્યું હતુ.

મહોમ્મદ શમીને ગળે લગાવ્યો

તમામ ખેલાડીઓને મળ્યા બાદ અંતે તેઓ મોહમ્મદ શમીને મળ્યા હતા. તેમજ તેઓને ગળે લગાડી કહ્યું તમે ખુબ સારુ રમ્યાં. મોહમ્મદ શમીએ આ પીએમ મોદી સાથેની તસવીરો શેઅર પણ કરી હતી.