Gujarat Weather Update : ગુજરાતમાં શરૂઆતમાં શિયાળો ગરમ રહ્યો હતો પરંતું હવે ઠંડીએ રફ્તાર પકડી છે. રાજ્યમાં લોકો કડકડતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે. તો આવો જાણીએ કે ક્યા જિલ્લામાં કેટલુ તાપમાન નોંધાયું…
આ પણ વાંચો : તો આ હતું ‘Donkey Flight’નું સત્ય! ગુજરાતના એક વ્યક્તિએ સમગ્ર રહસ્ય ખોલ્યું
Gujarat Weather Update : રાજ્યમાં ધીમે ધીમે શિયાળો પોતાનો રંગ પકડી રહ્યો છે. ધ્રુજાવી મુકતી ઠંડીના કારણે સવાર અને સાંજે સડકો પર જાણે કર્ફ્યુ લાગ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી બચવા માટે ગરમ કપડા, તાપણા અને કસરતનો સહારો લઈ રહ્યાં છે. જો તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે કંડલા અને ભૂજમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવાઈ રહી છે. મંગળવારે અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15થી 16 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો કેશોદમાં 12 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. તો રાજકોટમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પોરબંદર, મહુવા અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી અને અમરેલીમાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લામાં 14 ડિગ્રી જ્યારે બનાસકાંઠાના ડીસામાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાના કારણે આગામી 5 દિવસ સુધી સૂકુ વાતાવરણ જોવા મળશે. એટલું જ નહિ હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે કે જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડીમાં વધારો જોવા મળશે.
દેશના હવામાન અંગેની વાત કરીએ તો, રાજધાની દિલ્હીમાં સવારે ઠંડા પવનો ફૂંકાયા હતાં. દિલ્હીમાં લઘુતમ તાપમાન 8.3 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.